GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુરની સત્યપ્રકાશ સોસાયટીના રસ્તામાં બહાર નીકળેલો લોખંડનો સળીયો બાળકીના મોઢામાં ભરાયો

રિપોર્ટર…
અમીન કોઠારી મહિસાગર…

સંતરામપુર સત્ય પ્રકાશ સોસાયટીમાં રસ્તાના લોખંડના સળિયા બહાર નીકળી જતા બાળકીના મોઢામાં લોખંડ નો સળીયો ભરાયો…..

 

ઇજા થતા હોસ્પિટલ માં સારવાર કરવામાં આવી …

સંતરામપુર નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં નગરના વિવિધ રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા પરંતુ હજુ પણ સંતરામપુર નગરવાસીઓને સારા રસ્તાની સુવિધા ના જ મળી!!??

સંતરામપુર નગરના સત્ય પ્રકાશ સોસાયટીમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, લોખંડનાસળિયા બહાર નીકળી જવાના કારણે અવરજવર કરતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે …???

આજ રસ્તા પરથી પસાર થતા એક ગરીબ મજુર વર્ગની બાળકીને મોઢાના ભાગે દાઢી આગળસળીયો વાગી જતા મોઢામાં ઈજા પહોંચી હતી.

સંતરામપુર નગરમાં આવેલ સત્યપ્રકાશ સોસાયટીના નાકા પાસે આવેલી
યુનિયન બેન્ક પાસે મોટી સંખ્યામાં બેંકના કામકાજ માટે આવતા લોકો અને સોસાયટીના રહીશો આજ રસ્તાનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે પરંતુ પાલિકા દ્વારા રસ્તો બનાવવામાં આળસ જોવા મળી રહી છે. જાગૃત નાગરિક દ્વારા વારંવાર હજુ વાત કરવા છતાં આ રસ્તાને કામગીરી પૂર્ણ કરવામાં આવતી જ નથી.જ્યારે બીજી બાજુ આ રસ્તામાં વાપરેલ લોખંડના સળિયા બહાર નીકળી જતા અવરજવર કરતા લોકોને વાગી જતા હોય ત્યાંના સ્થાનિક લોકોએ રસ્તા ઉપરના સળિયાઓ જાતે તોડીને સાઈડ પર મૂકી દીધા હતા …

પરંતુ
નગરપાલિકા આ રસ્તાની કામગીરી કરવામાં ક્યારે જાગશે તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે,

જ્યારે બીજી બાજુ સંતરામપુર પાલિકાએ રસ્તાઓ પાછળ કરોડ રૂપિયા ખર્ચ્યા પણ હજુ સુધી સંતરામપુર નગરના સારા રસ્તા તો સારા બન્યા જ નથી એક થી બે વર્ષમાં તમામ રસ્તાઓ તૂટી ગયેલા જોવા મળી આવેલા છે.

જ્યારે કેટલીક
જગ્યાએ નવા રસ્તા બનાવેલા ત્રણથી ચાર જ મહિનાની અંદર તેની કાકરી અને રોડ ઉપર સિમેન્ટ ઉડતો જોવા મળી આવેલો છે ગુણવત્તા વગરની lકામગીરી કરવામાં આવતી હોવાના કારણે સરકારે કરોડ રૂપિયા ખર્ચ્યા પણ કામગીરીમાં ગુણવત્તા વગરની હોવાને કારણે રૂપિયો પાણીમાં ધોવાઈ ગયો હોવાની લોક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

જો ખરેખર સંતરામપુર નગરના બનાવવામાં આવેલા રસ્તાની યોગ્ય ચકાસણી અને તપાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભ્રષ્ટાચાર થયો હોવા નું બહાર આવી શકે તેમ છે તેવી સ્થાનિક લઈ શોમાં ખુલ્લેઆમ લોક ચર્ચાઓ ચાલી રહી છે.

વર્ઝન….

સ્થાનિક રહીશ અને કોંગ્રેસ કાર્યકર દિપેશભાઈ પ્રજાપતિ જણાવેલું કે, સત્યપ્રકાશ સોસાયટીના આ રોડની હાલત ચાર વર્ષથી ખૂબ જ ભંગાર થઈ ગઈ છે નગરપાલિકાનું નગરોળ તંત્ર ભ્રષ્ટાચાર કરીને રોડ રસ્તા બનાવે છે,અને આ રસ્તા ભંગાર થવાને કારણે તેમાં લોખંડના સળિયાઓ બહાર આવી ગયા છે અને એક બાળકીને મોઢાના ભાગે વાગેલું છે તેની હાલત ગંભીર છે અને તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે, સંતરામપુર નગરપાલિકા દ્વારા રસ્તા નું કામ કરવામાં આવતું નથી, નગરમાં પાંચ પાંચ વર્ષથી એક જ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે,અને આ કોન્ટ્રાક્ટર માથાભારે છે અને ખાનગી ચેનલ નો પત્રકાર એ જ આ કોન્ટ્રાક્ટર છે,અને અમારા વિસ્તારમાં રાજકીય કિન્નાખોરી રાખીને આ રસ્તા નું કામ કરવામાં આવતું નથી નગરપાલિકા દ્વારા આ રસ્તા નું કામ તાત્કાલિક અસરથી કરવામાં આવે અને રાહદારીઓને જે સળિયાઓ વાગી જાય છે તેમાંથી મુક્તિ અપાવે તે ખૂબ જ જરૂરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!