GUJARATNARMADATILAKWADA

તિલકવાડા ખાતે સ્વ સહાય જૂથની બહેનો માટે કેસ ક્રેડીટ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

તિલકવાડા ખાતે સ્વ સહાય જૂથની બહેનો માટે કેસ ક્રેડીટ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

કાર્યક્રમ દરમિયાન કુલ 52 જેટલી સખી મંડળની બહેનોને એક કરોડ ત્રેવીસ લાખ પચાસ હજાર લોન આપવામાં આવી.

વસિમ મેમણ : નર્મદા

પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ તિલકવાડા નગરમાં DAYNRLM યોજના (મિશન મંગલમ) દ્રારા તાલુકા પંચાયત તિલકવાડા ખાતે મહિલાઓ માટે કેસ ક્રેડિટ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન તાલુકામાં કાર્યરત સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓ વિસે માહિતી મેળવી હતી ઉપરાંત ઉપસ્થિત મહાનુભવોના હસ્તે 5 સખી મંડળોને 15 લાખ જેટલી લોનના ચેક નું વિતરણ કરવામાં આવ્યું. આ કેમ્પ દરમ્યાન કુલ 52 જેટલી સખી મંડળોને એક કરોડ ત્રેવીસ લાખ પચાસ હજારની લૉન મંજુર કરવામાં આવી.

ઉલ્લેખનિય છે કે તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં બહેનો દ્વારા સખી મંડળ ચલાવવામાં આવતા હોય છે આ સખી મંડળ દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વ રોજગારી મળી રહે અને મહિલાઓ પોતાના પગ પર ઊભા થઈ સ્વરોજગારી મેંડવી શકે તે માટે વિવિધ પ્રયાસ કરવામાં આવતા હોય છે. તે ઉપરાંત મહિલાઓને સિલાઈ કામ, અગરબત્તી બનાવટ, બ્યુટી પાર્લર ટ્રેનિંગ, જેવા વિવિધ કોર્ષ ની ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે. ત્યારે આ મહિલાઓ વધુ પ્રગતિ કરે અને સ્વરોજગારી મેળવી શકે તે માટે બેન્ક ઓફ બરોડા તરફથી મહિલાઓ માટે ઓછા વ્યાજે લોન આપવામાં આવતી હોય છે. આ યોજના વિસે મહિલાઓને સંપૂર્ણ માહિતી મળી રહે તે ઉદ્દેશ્ય સાથે આજ રોજ તિલકવાડા તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં ગાંધીનગર વડી કચેરી થી જનરલ મેનેજર ઓમદેવસિંહ ચુડાસમા / તાલુકાના તાલુકા વિકાસ અધિકારી / જિલ્લા લાઈવલીહૂડ મેનેજર જીજ્ઞેશ કુમાર સેનામા / લીડબેન્ક મેનેજર સંજય સિંહા / તાલુકાની બેન્કના મેનેજર / તાલુકા લાઈવલિહૂડ મેનેજર જાગૃતિબેન તડવી તથા NRLM યોજનાના તાલુકાના સ્ટાફ ઉપસ્થિત રહી મહિલાઓ સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. અને મહિલાઓ સાથે સીધો સંવાદ કરી વધુમાં વધુ મહિલાઓ આગળ આવે સ્વ રોજગાર માટે લોન મેળવી અને જીવનમાં પ્રગતિના પથ પર આગળ વધવા માટે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બેન્ક ઓફ બરોડા ના અધિકારીઓ સાથે તાલુકાના વિવિધ વિસ્તારો કાર્યરત સખી મંડળ ની બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં થયેલી ચર્ચા માં સહભાગી બન્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!