GUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લખતર પંચાયત, 3 PHC નું કુલ એક કરોડનું વીજ બિલ ન ભરતાં PGVCL એ નોટિસ ફટકારી

તા.11/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લખતર ગ્રામપંચાયત અને તાલુકાના ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કે જે લખતર પીજીવીસીએલ હેઠળ આવે છે આ સરકારી વિભાગની કચેરીઓનું બિલ જ લગભગ એકાદ કરોડ જેટલું બાકી છે ત્યારે અમુકને તો પી.જી.વી.સી.એલ દ્વારા બિલ ભરપાઈની નોટિસ પણ આપવામાં આવી છે છતાં બિલની રકમ ભરવામાં આવી ન હોવાની વિગતો મળે છે સરકારના તંત્ર દ્વારા લાઈટ બિલ લાંબા સમયથી બાકી હોય તેવા ગ્રાહકોના કનેક્શન કાપવા સુધીની કાર્યવાહીઓ કરવામાં આવે છે અથવા તો તાત્કાલિક તેની ભરપાઈ કરવા જણાવવામાં આવે છે તેવામાં હવે શું આ નિયમો સરકારી કચેરી માટે લાગુ નહીં પડતાં હોય તેવા સવાલો લખતર પંથકના રહીશોમાં ઉઠવા પામ્યા છે કારણ કે, મળતી ચોંકાવનારી વિગતો અનુસાર, લખતર ગ્રામ પંચાયત અને તાલુકાના લખતર પીજીવીસીએલ આવતાં વણા, તલસાણા તેમજ ઢાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઘણા સમયથી લાઈટ બિલો બાકી છે જેમાં સૌથી વધુ લખતર ગ્રામ પંચાયતનું રૂ.92,79,344 નું લાઈટ બિલ બાકી છે જ્યાં વણા પીએચસીનું રૂ.26,374, ઢાંકી પીએચસીનું રૂ.25,638 તેમજ તલસાણા પીએચસીનું રૂ.17032 ની રકમનું લાઈટ બીલ બાકી છે ત્યારે પીજીવીસીએલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બિલની ભરપાઈ માટે લગભગ એકાદ મહિના પહેલા નોટિસ પણ આપી હોવાનું જાણવા મળે છે આમ, ગ્રાહકો બિલ ન ભરે તો કડક કાર્યવાહી અને સરકારી કચેરીઓનું મોટી રકમનું બિલ બાકી હોવા છતાં કેમ કડક કાર્યવાહી નહીં થતી હોય તેવા સવાલો લોકોમાં ઉદભવ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!