GUJARATKOTDA SANGANIRAJKOT

Rajkot: વતન પ્રેમ યોજના અંતર્ગત કોટડા સાંગાણી ગામ ખાતે આંગણવાડીનું ખાતમુહુર્ત કરાયુ

તા.૧૨/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજ્ય સરકાર દ્વારા “વતન પ્રેમ યોજના” અંતર્ગત દેશ-વિદેશમાં વસતાં વતન પ્રેમીઓને જન્મભૂમિનું ઋણ ચૂકવવાની ઉત્તમ તક મળે તે હેતુસર કોટડા સાંગાણી ગામ ખાતે શ્રી ગ્રામ સ્વરાજ મંડળ સંસ્થાની પેટા શાખા લોક સેવા કેન્દ્ર “શ્રી જયાબેન વજુભાઈ શાહ આંગણવાડી” નું ખાતમુહૂર્ત કરાયુ હતુ.

આ ઉપરાંત ગ્રામ સ્વરાજ મંડળના પ્રમુખ શ્રી ધીરુભાઈ ધાબલિયાએ શૈક્ષણિક કાર્ય, રોજગારી માટેના સાધનો, ખેડૂતો માટેના સાધનો, વાલ્મીકિ સમાજના લોકોને મકાનો, ગરીબ લોકોને વૈદ્યકીય આર્થિક સહાય, મહિલાઓ માટે ફ્રી સીવણ ક્લાસ, શૈક્ષણિક પ્રવાસ, સ્મશાન સુધારણાં જેવા સામાજિક કાર્યો બદલ સૌએ બિરદાવ્યા હતા.

આ ખાતમુહુર્તની વિધી રાજકોટ જિલ્લા સહકારી બઁક લી.ના એમ.ડી. શ્રી ઘનશ્યામભાઈ ખાટરીયાના હસ્તે કરાઈ હતી.

કોટડા સાંગાણી સરપંચશ્રી ભરતભાઈ રાઠોડ, માર્કેટિંગ યાર્ડ પ્રમુખ શ્રી અને પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા, આચાર્યશ્રી નરેંદ્રસિંહ જાડેજા, અગ્રણી સર્વેશ્રી બાબુભાઇ સાવલિયા, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રી કિશોરભાઈ ટીલાળા, શ્રી જયમલભાઈ ચૌહાણ, શ્રી વલ્લભભાઈ વઘાસિયા, શ્રી પોપટભાઈ કાછડીયા,શ્રી તરુણભાઈ શાહ, શ્રી અબ્દુલરશીદભાઈ કાજી, શિક્ષક શ્રી હિનાબેન બુધ્ધભટ્ટી, શ્રી લધુભા જાડેજા, કોટડા સાંગાણીના મામલતદાર શ્રી ગુમાનસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી શ્રી રિધ્ધિબેન પટેલ, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રીબેન નાથજી, બાળ વિકાસ અધિકારીશ્રી પૂજાબેન જોષી, સહિત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!