DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હંસ્થળ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું

ગ્રામજનોએ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર ફિલ્મ નિહાળી

***

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરી રહેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામે પહોંચતા સ્થાનિક ગ્રામજનોએ સંકલ્પ યાત્રાનું  ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.

        આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતી ટૂંકી ફિલ્મ નિહાળી હતી. વધુમાં ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી અદા કરવા માટે સામૂહિક સંકલ્પબદ્ધ થયા હતા. મહાનુભાવોએ પણ ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.       કાર્યક્રમમાં વિવિધ પેમ્પ્લેટ્સ, બેનરો દ્વારા ગ્રામજનોને સરકારની ફ્લેગશીપ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત ઉભા કરવામાં આવેલા સ્ટોલ્સ દ્વારા પણ ગ્રામજનોની વિના મૂલ્ય આરોગ્ય તપાસ, આયુષ્યમાન કાર્ડ અંગેની માહિતી અને લાભ, ઉજ્જવલા યોજના, વૃદ્ધ સહાય, વિધવા સહાય, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ સહિતની તમામ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

        આ તકે પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સંબંધિત વિભાગના કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!