DEDIAPADANARMADA

ડેડીયાપાડા કેંહડો હાય. પ્રાથમિક શાળાના બાળકોને અપાતું સ્થાનિક દેહવાલી-આંબુડી બોલીમાં શિક્ષણ

ડેડીયાપાડા કેંહડો હાય. પ્રાથમિક શાળાના બાળકોને અપાતું સ્થાનિક દેહવાલી-આંબુડી બોલીમાં શિક્ષણ

તાહિર મેમણ – ડેડીયાપાડા : 18/01/2024:-ચાલો કહો જોઈએ કે સેપ્ટી, ચીડે, નીંડા, ફોકડી, હિયાલો એટલે શું ? આ શબ્દો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાવ અજાણ્યા હશે, પણ જો તમે નર્મદા જિલ્લાના સાગબારા કે દેડિયાપાડા તાલુકાના વિસ્તારોમાં જાઓ તો સરળતાથી સાંભળવા મળશે. દેહવાલી અને આંબુડી બોલીના શબ્દો તમે સ્થાનિક આદિવાસીના મોઢે સાંભળો તો મધમીઠા લાગ્યા વિના રહે નહીં. મજાની વાત તો એ છે કે, આ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓ માટે ખાસ એક મોડ્યુલ બનાવી જિલ્લાની સ્થાનિક બોલીમાં શિક્ષણ આપવામાં આવે છે.

 

 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રસપ્રદ મોડ્યુલ વિશે જાણીએ એ પહેલાં ઉપર આપેલા શબ્દોના અર્થ તમને કહી દઈએ. સેપ્ટી એટલે પૂંછડી, ચીડે એટલે પક્ષી, નીંડા એટલે કપાળ, ફોકડી એટલે હરણ અને હિયાલો એટલે શિયાળો !

 

નર્મદા જિલ્લામાં મુખ્યત્વે ચાર બોલીઓ આદિવાસીઓમાં પ્રચલિત છે. નાંદોદમાં કાઠાલી-વસાવી, ગરૂડેશ્વર અને તિલકવાડામાં ધાનકી, દેડિયાપાડામાં આંબુડી અને સાગબારામાં દેહવાલી બોલી બોલવામાં આવે છે. જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકી દેડિયાપાડા અને સાગબારામાં તો સ્થાનિકો દૈનિક વ્યવહાર આંબુડી અને દેહવાલી બોલીમાં જ કરે છે. આથી બંને તાલુકામાં આવેલી કુલ – ૩૨૧ પ્રાથમિક શાળામાં ધોરણ – ૧ અને ૨ના બાળકો સાથે આ બંને બોલીમાં જ શૈક્ષણિક સંવાદ સાધવામાં આવે છે. આ માટે ત્રણ હજાર કરતા પણ વધુ શબ્દોનું મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યુ છે.

 

આ બંને તાલુકાની દેહવાલી અને આંબુડી બોલીના જાણકાર એવા ૩૧ શિક્ષકો દ્વારા આ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બાળક સાથે સામાન્ય વાતચીત કેવી રીતે કરવીથી લઈને ગુજરાતી, ગણિતના શબ્દો-અંકને આંબુડી-દેહવાલી બોલીમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. જેમ કે, રોદીહ નિશાલુમ આવજા એટલે કે દરરોજ શાળાએ આવજો, હોવારૂ આવ- જલદી આવો, આજ કેટો ઊંગ્યાઅ વોગુર આલોહ ? – આજે કોણ ન્હાયા વગર આવ્યું છે?

 

ઘોડો- કોળો, બકરી-બોકળી, બળદ-ડોગરો(બોલ્દો), દીપડો-પાટાલો વાગ્નો, ખિસકોલી- બૂટી, ધારા-અનુમાન કરો, થાળી-ઠાલો જેવા શબ્દો ઉપરાંત અંકોને પણ અનુવાદિત કરી આ મોડ્યુલમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોષાક, સગા-સંબંધીઓ, વાહન વ્યવહાર, ખેતી પાક-ખોરાક, રીત રિવાજો-તહેવારો, દૈનિક ક્રિયાઓ, ગીત, ઉખાણાં, જોડકણા, વાર્તા, રમતો, વર્ગખંડની સર્જનાત્મક પ્રવૃત્તિઓને પણ આંબુડી-દેહવાલી બોલીમાં આવરી લેવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!