GUJARAT

વિજાપુર પાલીકા એ ચબૂતરા થી ઊંડી શેરી વિસ્તારમાં પાણી ઢોળતા લોકો ની તપાસ કરતા એક રહીશને દંડ ફટકારી કરી કાર્યવાહી

વિજાપુર પાલીકા એ ચબૂતરા થી ઊંડી શેરી વિસ્તારમાં પાણી ઢોળતા લોકો ની તપાસ કરતા એક રહીશને દંડ ફટકારી કરી કાર્યવાહી
ઉભરાતી ગટરો નો પ્રથમ નિકાલ લાવે તેવી જાગૃત નાગરિકો ની માંગ
વિજાપુર તા
વિજાપુર નગરપાલિકા એ રોડ ઉપર પાણી ઢોળી ગંદકી ફેલાવતા લોકોની ચબૂતરા કસ્બા ઊંડી શેરી સહિત ગટર તેમજ પીવાનુ પાણી રોડ ઉપર ઢોળતા હોવાની મામલતદાર કચેરીમાં મામલતદાર જે એસ પટેલ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત ના પગલે પાલીકા ના કર્મચારી પાર્થ પટેલ ને સૂચના આપતા તપાસ દરમ્યાન રોડ ઉપર પાણી એક મકાન માંથી પાણી ઢોળતા જણાઈ આવતા સ્થળ ઉપર મકાન માલિકને નોટિસ આપી રૂપિયા 500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જોકે પાલીકા ની કરવામાં આવેલી કાર્યવાહી ના પગલે અન્ય લોકો પાણી ઢોળતા ખચકાયા હતા જેના કારણે રોડ ઉપર ફક્ત ગટર નું ગંદા પાણી ના સિવાય પીવાના પાણી નો બગાડ થતો અટક્યો હતો કાર્યવાહી ના કારણે રોડ ઉપર પાણી ઢોળતા લોકો માં ફફડાટ ફેલાયો હતો જોકે રોડ ઉપર પાણી ઓછું ફેલાયેલું જણાયું હતું પરંતુ પાલીકા ખુલ્લી ગટરો નું રોડ ઉપર વહેતુ ગંદુ પાણી બંધ કરાવી પછી કોઈ કાર્યવાહી કરવામાં આવે તો ઘણું બહેતર કામગીરી અને લોકોનું વિશ્વાસ કેળવી શકશે એવુ જાગૃત નાગરિકો નું માનવું છે કે પાલીકા સૌ પ્રથમ જે જે વિસ્તારોમાં ઉભરાતી ગટરો ના પ્રશ્ન નો નિકાલ લાવી દંડકીય કાર્યવાહી કરે તેવી જાગૃત નગરજનો માં માંગ ઉઠી છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!