GUJARATKUTCHLAKHPAT

વનવિભાગ દ્વારા પાન્ધ્રો ખાતે યોજાયેલ મેડીકલ કેમ્પનો ૧૭૨ લોકોએ લાભ લીધો

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

પાંધ્રો : કચ્છ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા તા.૨૧/૦૧/૨૦૨૪, રવિવારના રોજ સવારે ૦૯:૩૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધી પાન્ધ્રો પ્રાથમિક શાળા તા.લખપત ખાતે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામા આવેલ હતુ. આ મેડીકલ કેમપમાં ફુલરા, પાન્ધો, સોનલનગર, દયાપર, જારા, એકતાનગર, મીંઢીયારી, વર્માનગર, બેખડા, નવાનગર, અપનાનગર, માતાના મઢ ગામના લોકોએ ઉપલબ્ધ મેડીકલ સેવાનો લાભ લીધો હતો. આ મેડીકલ કેમ્પનું આયોજન કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક સંદિપ કુમારના માર્ગદર્શન અન્વયે થયેલ હતુ. જેમાં કચ્છ જિલ્લાના CDMO ડો. બૂચ તેમજ CDHO શ્રી ફુલમાલી તથા તેમની મેડીકલ ટીમ દ્વારા સહયોગ આપવામા આવેલ હતો. આ મેડીકલ કેમ્પમાં દર્દીઓને નિષ્ણાંત ડોકટરો દ્વારા આંખ, ચામડી તેમજ બિન ચેપી રોગોનું નિદાન કરી આપવામા આવેલ હતુ. તેમજ નિ:શુલ્ક દવાઓ પુરી પાડવામા આવેલ હતી.

આ મેડીકલ કેમ્પમાં ૧૭૨ દર્દીઓએ સારવાર તેમજ માર્ગદર્શન લઈ સંતોષ વ્યક્ત કરેલ હતો. આ કેમ્પમાં ડો રવી સોલંકી, ડો. નૌશીન શૈખ, ડો. કલ્પેશ રાઠોડ, ડો નિમિશા મકવાણા તથા તેમની મેડીકલ ટીમે નિષ્ણાંત તરીકે સેવા પુરી પાડી હતી. કચ્છ સામાજીક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક હરેશ મકવાણા, મદદશનીશ વન સંરક્ષક  આર.જે.દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર બી.એન.દેસાઈ, વનપાલ બી.ડી.દેસાઈ, વનપાલ એસ.ડી. પરમાર દ્વારા મેડીકલ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


દરીયાખાન રાયમા, ગણપત મારાજ, વિક્રમસિંહ સોઢા, કુલદીસિંહ ચાવડા, જયેશદાન ગઢવી તેમજ પાન્ધ્રો શાળાના આચાર્ય દ્વારા વન વિભાગના મેગા મેડીકલ કેમ્પમાં સહયોગ આપવામા આવ્યો હતો અને તેઓ દ્વારા આ કેમ્પની સરાહના કરી હતી. તેમજ આ મેડીકલ કેમ્પથી ગામલોકોને ખૂબ જ ફાયદો થયો હોઈ ડોકટરોનો પણ આભાર વ્યકત કરેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!