JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા પ્રતિ વર્ષની માફક દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે કેમ્પનો પ્રારંભ

ભોજન- વિશ્રામ- તબીબી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઉભી કરાઈ

જામનગર (ભરત ભોગાયતા)
હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ દ્વારકા જવાના રસ્તા પર તારીખ 17 માર્ચથી રિલાયન્સ ટાઉનશીપની સામે ‘પદયાત્રી સેવા કેમ્પ’ શરૂ કરવામાં આવ્યો છે આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન- પ્રસાદ, ચા -કોફી નાસ્તાની સુવિધા ઉપરાંત ડોક્ટર અને દવા સાથેની તબીબી સારવાર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ વિશ્રામની વ્યવસ્થા,  ટોયલેટની સુવિધા તથા મોબાઇલ ચાર્જિંગની સગવડનું પણ અહીં આયોજન કરાયું છે. રાત્રે અંધારામાં પદયાત્રા ચાલુ રાખનારા ભાવિકોને સંભવિત અકસ્માત રોકવા માટે તેમના સામાન પર કે અન્યત્ર રિફ્લેક્ટર લગાવી આપવામાં આવે છે જેનાથી પાછળથી આવતા વાહનચાલકો સચેત રહે.
છેલ્લા એકાદ દશકથી નિયમિત રીતે યોજાતા આ કેમ્પમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપરાંત આસપાસના ગામોના યુવાનો,  વડીલો તથા બહેનો સતત 24 કલાક પોતાના સમયદાનની સેવા આપીને બધાની તીર્થયાત્રા સલામત રીતે પરિપૂર્ણ નીવડે તેવા પૂરતા પ્રયાસો કરે છે.  ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રિલાયન્સ દ્વારા આયોજિત આ પદયાત્રી સેવા કેમ્પનો અંદાજે 80,000 જેટલા ભાવિક ભક્તજનોએ લાભ લીધો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!