JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર શહેરમાં ઓટો રીક્ષામા પેસેન્જર તરીકે બેસાડી ધ્યાન બહાર ગળામાથી સોનાના ઘરેણાની ચોરી કરતી ટોળકી ના બે ઇસમોને પકડી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ સોનાની માળા સહીત કુલ રૂ.૨,૬૦,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી જામનગર સીટી સી ડીવીઝન સર્વેલન્સ સ્કોડ

વાત્સલ્યમ્ સમાચાર
પ્રદીપસિંહ જી રાઠૌર જામનગર

ગઈ તા.૧૩/૦૪/૨૦૨૪ ના બપોર પછીના પાંચેક વાગ્યાના અરસામા ફરીયાદીને જામનગર સમર્પણ પાસેથી પેસેંજર તરીકે બેસાડી ઓટો રીક્ષા ચાલક તથા તેમા વચ્ચેની સીટમાં બેસેલ અજાણ્યા પુરુષે મળીને ફરીયાદીના ગાળામા પહેરેલ સોનાની કંઠી આશરે ત્રણ તોલાની જેની કિંમત આશરે રૂ.૧,૬૦,૦૦૦/-ની ચોરી કરેલ હોય જે અંગે જામનગર સીટી સી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.- ૧૧૨૦૨૦૦૨ ૨૪૦૬૯૯/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો તા.૧૫/૦૪/૨૦૨૪ ના કલાક ૧૮/૩૦ વાગ્યે જાહેર થયેલ છે.

ઉપરોક્ત ગુન્હા સંબધે પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વીભાગ શ્રી અશોકકુમાર સાહેબ (IPS) તથા પોલીસ અધિક્ષક જામનગર શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ (IPS) નાઓએ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જામનગર શહેર શ્રી જયવિરસિંહ ઝાલા સાહેબના ના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ.શ્રી જે.વી. ચોધરી સાહેબ નાઓના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. વી.બી.બરબસીયા સાહેબ તથા સ્ટાફના માણસો દ્વારા ગુન્હો ડિટેક્ટ કરવા સારુ અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફુટેજ ચેક કરેલ તેમજ જામનગર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ના સીસીટીવી કેમેરા આધારે ચેક કરી વર્ક આઉટ કરી સદરુ ગુન્હામા ચોરીમા ઉપયોગ થયેલ શંકાસ્પદ સી.એન.જી. ઓટો રીક્ષા ના રજી.નં GJ 03 BU 1447 મળી આવેલ જે ઓટો રીક્ષા નંબર આધારે વોચ તપાસમા હતા દરમ્યાન પો.હેડ કોન્સ. ખીમશીભાઇ ગોવિંદભાઇ ડાંગર તથા પો.કોન્સ વનરાજભાઈ ભગુભાઇ ખવડ તથા પો.કોન્સ મહાવિરસિંહ વનરાજસિંહ જાડેજા નાઓને મળેલ હકીકત આધારે ઉપરોક્ત નંબર વાળી ઓટો રીક્ષા સાથે બે ઇસમોને જામનગર શહેર સમર્પણ સર્કલ પાસેથી ચોરીમા ગયેલ સોનાની કંઠી કિ.રૂ.૧,૬૦,૦૦૦/- તેમજ ચોરીમા ઉપયોગ કરેલ રીક્ષા સહીત કુલ રૂ.૨.૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧) રવીભાઇ બટુકભાઇ સોલંકી જાતે દેવીપુજક ઉ.વ.૨૮ ધંધો ડ્રાઇવિંગ રહે. રાજકોટ કુબકિયા પરા શેરી નં.૫ નવા થરાડા રોડ ભીખાભાઇ ભરવાડના મકાનમાં રાજકોટ

(૨) અરવિંદભાઇ ઉર્ફે કની પોલાભાઇ કાંજીયા જાતે દેવીપુજક ઉ.વ.૩૦ ધંધો રી.ડ્રા રહે. નવાગામ મામા વાડી ઠાકર મંદીર પાસે રાજકોટ

કબ્જે કરેલ મુદામાલ:-
(૧) સોનાની કંઠીની માળા જેની આશરે કિ.રૂ.૧,૬૦,૦૦૦/-
(૨) સી.એન.જી. ઓટો રીક્ષા જેના રજી નંબર GJ/03/BU/1447 છે તે કિ.રૂ.1,00,000/-

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!