GONDALGUJARATRAJKOT

Gondal: મોવિયામાં ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજા અને ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું

તા.૨૪/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૩૫૦ નવા આયુષ્માન કાર્ડનું રજીસ્ટર કરાયું: ૧૬૦૦ લોકોએ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લીધો

Rajkot, Gondal: કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચતા કરવાના અભિગમને સાર્થક કરવા ગામોગામ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થઈ રહ્યું છે. મોવિયા ગામના ગ્રામજનોએ અને ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજાએ ગોંડલ તાલુકાના ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ. આ તકે ધારાસભ્યશ્રી ગીતાબાએ પી.એમ.ઉજ્જ્વલા, આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું સહિતના વિતરણ કર્યું હતુ. તેમજ આંગણવાડીની બહેનો દ્વારા બનાવાયેલ વિવિધ પૌષ્ટિક આહારની વાનગીઓનું નિદર્શન કર્યું હતુ.

આ કાર્યક્રમમાં યોજાયેલા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પમાં ૧૬૧૫ ગ્રામજનોએ લાભ લીધો હતો. તેમજ ૩૫૦ નવા આયુષ્માન કાર્ડનું રજીસ્ટ્રેશન કરાયું હતુ. ઉપસ્થિત મહાનુભાવોએ રાજ્ય સરકારશ્રીની પ્રાકૃતિક ખેતી, આયુષ્માન ભારત, સોઈલ હેલ્થ કાર્ડ યોજના સહિતની યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત વિવિધ યોજનાથી થયેલા લાભ અંગે પોતાની ગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન નિદર્શન, સોઈલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન અને કુદરતી ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ યોજાયો હતો. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓને, વિદ્યાર્થીઓ, રમતવીરો અને સ્થાનિક કલા કારીગરને તેમના ક્ષેત્રમાં ઉમદા કામ બદલ સન્માનિત કર્યા હતા.

મોવિયા ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે, ગામ પંચાયતોમાં જલજીવન મિશન, જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન, હર ઘર જલ મિશન, જનધન યોજના અને પી.એમ.કિશાન યોજનાની ૧૦૦ ટકા કામગીરી અને હર ઘર શૌચાલય ઓ.ડી.એફ. પ્લસ ગ્રામપંચાયત થવા બદલ તમામને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે લોકોએ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ ગ્રહણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મોવિયા ગામના સરપંચશ્રી, ગામના અગ્રણીશ્રીઓ, તલાટીમંત્રીશ્રી, આરોગ્ય વિભાગ, મહેસુલ વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતના વિભાગના અધિકારી – કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!