GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:મહિલાને લગ્ન બાદ ત્રણ વર્ષથી સંતાનો ન હોવાથી પતિ તથા સાસરિયા પક્ષ દ્વારા મ્હેણાં ટોણા મારતા અને ત્રાસ ગુજારતા મહિલાએ 181 અભયમનો સહારો લીધો.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૬.૧.૨૦૨૪

હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિતાએ 181માં કૉલ કરી જણાવ્યું હતું કે મારા સાસરિયા વાળા અને પતિ પિયરમાંથી આવતા ઘરમાં ઘુસવા દેતા નથી મારપીટ કરે છે.પિયરીયા દ્વારા મૂકવા આવેલ ભાઈ ,માતા પિતા ને મારપીટ કરે છે.તેમ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાનું કાઉન્સિલીંગ કર્યું હતું.તેમના પતિ મહિલા ને ત્રણ વર્ષથી સંતાનો નથી તે માટે દારૂ પીને ગાળો બોલે અને મારપીટ કરે છે.તેના સાસરિયા વાળા વાંજીયા મહેણાં ટોણા મારે છે.તેમને ઘરમાં રાખવાં માંગતાં નથી તેથી પીડિત મહિલા તેના પિયર મા જતા રહે તો ત્યા જઈને ગાળો બોલે ધમકી બતાવે છે.તેથી 181 ટીમના કાઉન્સેલર પીડિત મહિલા નાં સાસરિયા પક્ષને સમજાવતા તેઓ સમજવા કે રાખવાં તૈયાર ન હતા.અને તેના પતિ મહિલાને જાન થી મારી નાખવાની પણ ધમકી આપતા હતા.મહિલાને સાસરિયા વાળા તથા પતિ દ્વારા અતિશય ત્રાસ આપતા હોવાથી મહિલા સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.અને તે રડતા રડતા જણાવી રહ્યા હતા કે હું ખુબજ ત્રાસી ગઈ છું મારે હવે બીજું ઘર નથી કરવું અને જીવવું પણ નથી હું સાસરિયાના લોકો ના રોજ વાંજીયા મહેણાં ખૂબ જ સાંભળી રહી છું તેમ જીવનથી હારી ગયેલી પીડિતાને 181 ટીમના કાઉન્સેલર મધુબેન તથા પોલીસ કોનસ્ટેબલ વનીતાબેન દ્વારા શાંત કરી આશ્વાસન આપી.સાંત્વના પૂર્વક સમજાવેલ.અને તેમને હોસ્પિલમાં સારવાર માટે સલાહ આપી હતી અને કાનૂની કાર્યવાહી માટે જાણકારી આપી હતી. ત્યાબાદ પિયરીયા વાળા સાથે વાત કરી સાસરિયાના ત્રાસ થી ભાઈ તેને ઘરે લઇ જવા તૈયાર હતા.પરંતુ 181 ટીમે આપેલી સલાહ થી તેમને આગળના કાયદાકીય પગલાં લેવા હતા તેથી પીડિત મહિલા ને આગળની કાર્યવાહી માટે કેસ પોલીસ સ્ટેશન હેન્ડ ઓવર કરેલ. ત્યારબાદ જેતે કાર્યવાહી પો.સ્ટેશન માંથી કરાશે.181 ટીમની સલાહથી દીકરીનું જીવન બચાવતા અને કાનૂની સલાહ બદલ પીડિતાનાં પરિવારે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!