GUJARATNARMADATILAKWADA

તિલકવાડા પી.આઈ ડી.એ બારડ ની આગેવાની હેઠળ તિલકવાડા નગરમાં તિરંગા યાત્રા યોજાઈ. સમગ્ર વિસ્તાર ઇનકલાબ જીંદાબાદ સાથે ગુંજી ઉઠ્યો હતો

  • તિલકવાડા પી.આઈ ડી.એ બારડ ની આગેવાની હેઠળ તિલકવાડા નગરમાં તિરંગા યાત્રા યોજાઈ. સમગ્ર વિસ્તાર ઇનકલાબ જીંદાબાદ સાથે ગુંજી ઉઠ્યો હતો

વસીમ મેમણ તિલકવાડા

દેશને મળેલી આઝાદીનો જસ્ન દરેક ભારતીય મનાવી રહ્યો છે તિરંગો એ આપણાં દેશની આન બાન અને શાન છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વતંત્રતા દિવસના અવસર પર લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ કરવા માટે હર ઘર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનને દેશભરની સંસ્થાઓ અને સંગઠનો દ્વારા જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગા અભિયાન ની ઉજવણી કરવામાં આવી રહી છે આ અભિયાન અંતર્ગત તિલકવાડા પી.આઈ ડી.એ બારડ અને આગેવાની હેઠળ અને પી.એસ.આઈ એ.ડી રાઠવાની નિગરાંનીમાં તિલકવાડા નગરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું તિરંગા યાત્રા ની શરૂઆતમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રતિજ્ઞા લેવામાં આવી

દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા દિવસ નિમિતે હર ઘર તિરંગા અભિયાન ની શરૂઆત માં આવી છે ત્યારે દરેક ઘર ઉપર તિરંગો લહેરાઈ અને દરેક ના રદય માં દેશ ભક્તિ ની ભાવના જાગે તે પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે આ ઉત્સવ દરમિયાન તિલકવાડા પી.આઈ. ડી.એ બારડ ની આગેવાની હેઠળ પોલીસ કર્મીઓ સાથે શ્રી કે એમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા તિલકવાડા પોલોસ મથકે થી ચાર રસ્તા સુધી ભવ્ય તિરંગા રેલી નું આયયોજન કરવામાં આવ્યું આ રેલી ના માધ્યમથી લોકો માં દેશ ભક્તિ ની ભાવના જાગે અને વધુ માં વધુ લોકો સ્વતંત્રતા દિવસના અવસર પર ભાગ લેવા માટે સંદેશ પાઠવવામાં આવ્યો નગરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા નીકળતા લોકોમાં પણ તિરંગો ફરકાવવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો આ તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ઉઠ્યો હતો અને ઇનકલાબ જીંદાબાદ ના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!