MAHISAGARSANTRAMPUR

સંતરામપુર સંતરામપુર તાલુકાની આંબા પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન ની ચિત્રકૂટ પારિતોષિત માટે પસંદગી કરાઈ

રિપોર્ટર….
અમીન કોઠારી = મહીસાગર

*સંતરામપુર તાલુકાની આંબા પ્રાથમિક શાળાનાં શિક્ષિકાબેનની ચિત્રકૂટ પારિતોષિક માટે પસંદગી કરાઈ.*

 

પૂજ્ય મોરારીબાપુ દ્વારા પ્રતિ વર્ષ નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને એનાયત થતો ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ રાજ્યના પ્રાથમિક શિક્ષણમા ગૌરવવંતો અને મૂલ્યવાન લેખાય છે. *”શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હે”* ને ખરા અર્થમાં સાકાર કરતા મહીસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની ડોળી પગાર કેન્દ્રની આંબા પ્રાથમિક શાળાના શ્રીમતી ચંદ્રિકાબેન ખાંટ છેલ્લા 35 વર્ષથી એમના કર્મ ને જ ધર્મ માની પોતાની શાળાને અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા રોનકમય બનાવી રહ્યા છે. તેઓ ગામને પણ હંમેશા જાગૃતમય રાખવાનું કામ, કન્યાઓને શિક્ષણ પ્રત્યે સજાગતા, માર્ગદર્શન, આર્થિક સહાય કરી શાળા અને ગામ માટે ગૌરવવંતુ કામ કરી રહ્યા છે. જે સમગ્ર સંતરામપુર તાલુકા અને મહીસાગર જિલ્લા માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. જે બદલ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, બી. આર. સી કો. ઑ સંતરામપુર, સી. આર. સી કો. ઑ ડોળી, ડોળી પગાર કેન્દ્ર આચાર્યશ્રી, રાજ્ય તેમજ ચિત્રકૂટ પારિતોષિક વિજેતા શ્રી રમેશકુમાર બી. ચૌહાણ, આંબા શાળા પરિવાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિ આંબા તરફથી શ્રીમતી ચંદ્રિકાબેન ઘમીરભાઈ ખાંટને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

*જેઓને આગામી 31 જાન્યુઆરી નાં રોજ ભાવનગર, તલગાજરડા ખાતે વિશ્વ વંદનીય સંત શ્રી મોરારિબાપુના વરદ હસ્તે ચિત્રકૂટ પારિતોષિક એનાયત કરાશે.*

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!