NATIONAL

મુસ્લિમોએ એ જાણી લેવાની જરૂર છે કે તમારી દુર્દશા માટે તમે પોતે જ જવાબદાર છો. : પ્રશાંત કિશોર

રાજકારણના ચાણક્ય કહેવાતા પ્રશાંત કિશોર હાલમાં બિહારમાં જનસુરાજ યાત્રા પર છે. તેઓ લોકોને જાગૃત કરવા માટે પદયાત્રા પર નીકળ્યાં છે. આ દરમિયાન જ તેમણે લઘુમતી મતદારો ખાસ કરીને મુસ્લિમોને લઈને એક વાત કહી હતી. તેમણે આ દરમિયાન મુસ્લિમોને આજ સુધી તેમની રાજકીય સ્થિતિ કેવી રહી છે અને શું તેના કારણો રહ્યા છે તેનાથી વાકેફ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રશાંત કિશોરે મુસ્લિમ મતદારોને ટાંકતા કહ્યું કે, ” મુસ્લિમોએ એ જાણી લેવાની જરૂર છે કે તમારી દુર્દશા માટે ભાજપ, કોંગ્રેસ જવાબદાર નથી, તમારી દુર્દશા માટે તમે પોતે જ જવાબદાર છો. તમે ખરેખર તો પયગમ્બર સાહેબે જે મૂળભૂત વાતો કહી હતી તેને પણ ફોલો નથી કરી રહ્યા જેના લીધે તમે હેરાન થઈ રહ્યા છો.

પ્રશાંત કિશોરે કહ્યું કે પયગમ્બર સાહેબે જ કહ્યું હતું કે જે કોમ તેમના રહેનુમાઓને ન સમજી શકે તેમના પર જુલમ કરનારા લીડરને બેસાડી દેવામાં આવે છે. જો તમને એવું લાગે છે કે તમારા પર શાસન કરનારા યોગ્ય નથી તો પયગમ્બર સાહેબે જે વાત કહી હતી તે ખોટી ન હોઈ શકે.

પ્રશાંત કિશોરે કહ્યું કે તમે ક્યાંક ને ક્યાંક તમારા હિતેચ્છુઓ, તમારા વિશે વિચારનારા લીડરને ઓળખવામાં મોટી ભૂલ કરી છે અને એટલા માટે જ તમે આ દુર્દશામાં પહોંચી ગયા છો. તેમણે કહ્યું કે તમારા ધર્મમાં જ બતાવાયું છે કે વગર મહેનત અને તકલીફોનો સામનો કર્યા વિના કંઇ પ્રાપ્ત નહીં કરી શકો. આજે હું તમારા મોં પર બોલી રહ્યો છું કે તમે 5 વર્ષથી બેઠા જ છો. કોઈ મહેનત કરવા કે અવાજ ઊઠાવવા નથી માગતા. તમને ચિંતા ઘણી છે પણ ચિંતન જરાય નથી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!