HALOLPANCHMAHALUncategorized

હાલોલ APMCની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ, ખેડૂત પેનલની 10 બેઠક માટે 16 ઉમેદવારો મેદાનમાં

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૨.૨.૨૦૨૪

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલ ખાતે હોદ્દેદારોનો કાર્યકાળ પૂર્ણ થતા આજે એ.પી.એમ.સી ખાતે ૧૦ ખેડૂત હોદ્દેદાર માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.સવારે ૯.૦૦ કલાકે શરુ થયેલ ચૂંટણી પ્રક્રિયા સાંજે ૫.૦૦કલાક સુધી ચાલી હતી.જેમાં ૧૭૨ મતદારો પૈકી ૧૬૬ મતદારો એ મતદાન કરતા ૧૬ ઉમેદવારો નો ભાવી મતદાન પેટીમાં બંધ થયું છે.જેની મત ગણતરી આવતીકાલે ૧૩ ફેબ્રુઆરી ના રોજ યોજાવનાર છે. જોકે ચૂંટણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતી પૂર્ણ માહોલ માં સંપ્પન થઇ હતી.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલ ના હાલના હોદ્દેદારો નો કાર્યકાળ પૂર્ણ થતા પંચમહાલ જિલ્લા રજિસ્ટ્રાર ની ચૂંટણી અધિકારી ની અધ્યક્ષતમા ૧૦ ખેડૂત હોદ્દેદારો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમેદવારી નોંધવાની છેલ્લી તારીખે કુલ ૨૪ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમ્યાન એક ઉમેદવારી ફોર્મ રદ થતા ૨૩ ફોર્મ બાકી રહ્યા હતા.જયારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે ૭ ઉમેદવારી પત્ર પરત ખેંચાતા ૧૦ હોદ્દેદારો માટે ૧૬ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.જેમાં ૧૦ ભાજપા પ્રેરિત તેમજ ૬ કોંગ્રેસ પ્રેરીત તેમજ અન્ય એમ ૧૬ ઉમેદવારો ની આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પણ ખેડૂત સભાસદ તરીકે મતાધિકાર નો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષો થી ભાજપા પ્રેરિત ઉમેદવારો ની પેનલ વિજેતા થતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલ ખાતે ભાજપાનો દબદબો જોવા મળી રહ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!