ડાંગનાં બરડીપાડા પાસેથી કારમાં લઈ જવાતા દારૂનાં જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો.કુલ ૨.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ એલસીબી પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમે સુબિર તાલુકામાં સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ.તે વેળાએ બાતમીના આધારે કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. તેમજ કાર તથા દારૂના જથ્થા સહિત ૨.૨૮ લાખ કરતા વધુ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. અને એક ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લા એલસીબી પોલીસ મથકનાં પી.એસ. આઈ. કે.જે.નિરંજન તથા સ્ટાફના માણસો ગાયગોઠણ ગામના બસ સ્ટેશન પાસે પેટ્રોલિંગમાં હતા લ.તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે,દહેરગામના મનસ્યાભાઈ બયાજુભાઈ બહાતરે પોતાના કબજાની મહિન્દ્રા વેરીટો ફોરવ્હીલ ગાડી નં.GJ-21-AA- 6617 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ધવલીદોડ-કોટબા થઈ પોતાના ગામ દહેર તરફ જાય છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ફિલ્મીઢબે ફોરવ્હીલ ગાડીનો આશરે ૩૫ કિ.મી. સુધી પીછો કર્યો હતો.અને બરડીપાડા ઝાકરાયબારી મેટલ રોડ ઉપરથી કારમાં ભરેલ દારૂના જથ્થા સાથે રાજુભાઇ મંગળભાઇ ગાવીત ( રહે.કડમાળ ગામ તા.સુબીર જી.ડાંગ ) ને ઝડપી પાડ્યો હતો.તેમજ પોલીસે કુલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૩૩૬ જેની કિંમત રૂપિયા ૨૭,૭૫૦/- તથા મોબાઈલ ફોન નંગ-૨ જેની કિંમત રૂપિયા ૧૦૦૦/- તથા ફોરવ્હીલ ગાડી જેની કિંમત રૂપિયા ૨ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૨,૨૮,૭૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને મુખ્ય સુત્રધાર ગાડી ચાલક મનસ્યાભાઈ બયાજુભાઈ બહાતરે ( રહે.દહેરગામ ધામુન ફળીયું તા.સુબીર જી.ડાંગ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.હાલમાં આ બનાવ સંદર્ભે સુબીર પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..