AHAVA

વાંસદા તાલુકાની શ્રી વન વિદ્યાલય આંબાબારી શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં આવેલ આંબાબારી ખાતે શ્રી વનવાસી વિકાસ મંડળ વઘઈ દ્વારા સંચાલિત શ્રી વન વિદ્યાલય આંબાબારી શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારંભ તથા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ નું સિંચન અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું  શ્રી વનવાસી વિકાસ મંડળ વઘઈના ટ્રસ્ટી  અને કાર્યક્રમના ઉદ્ઘાટક  નગીનભાઈ ડી ચૌધરીના હસ્તે દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો દિગેન્દ્રનગર હાઈસ્કૂલના આચાર્ય હર્ષદસિંહ સી. પરમાર  વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ શુભેચ્છા પાઠવી હતી. અતિથિ વિશેષ  શંકરભાઈ બી. પટેલ (આનંદ તપોવન પ્રેસિડન્ટ) તરફથી ગત વર્ષે H.S.C અને S.S.C. માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને અનુક્રમે ૫૦૦૦,૩૦૦૦,૨૦૦૦ ની રોકડ રકમ ઇનામ આપ્યું હતું. આ ઉપરાંત ડો. લોચન શાસ્ત્રી (શ્રી હોસ્પિટલ વાંસદા) ડો. વિનુભાઈ જાદવ (વેદાંશી હોસ્પિટલ વાંસદા) એમણે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવાની ઘોષણા કરી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન કરવા બદલ શાળાના આચાર્ય નરેશભાઈ માહલા સાહેબે સમગ્ર શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન  દિપકભાઈ પટેલ  કર્યું હતું.

Back to top button
error: Content is protected !!