AHAVA

Dang:ડાંગ જિલ્લામાં સ્કુલ વર્ધી માટે વપરાતી ઓટો રીક્ષા, વાન વગેરે માટેની માર્ગદર્શીકા જારી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં ટુંક સમયમાં જ શાળા/કોલેજ વગેરેનું નવું સત્ર ચાલુ થનાર હોઇ, સ્કુલમાં બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી બાબતે જાગૃતિ આવે તે હેતુસર, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા સ્કુલ વર્ધી માટે વપરાતી ઓટો રીક્ષા, વાન વગેરે માટેની માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ છે.

*મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઈ જવા, લાવવા માટે ખાનગી માલિકીની ઓટો રીક્ષા, વાન વગેરેની સેવા ભાડેથી મેળવતા હોય છે. આ પ્રકારના વાહનોમાં બાળકોના પરિવહન દરમિયાન માર્ગ સલામતી જળવાય તે માટે નીચે પ્રમાણે સૂચનાઓ આપવામાં આવેલ છે.
*મોટર વ્હીકલ એક્ટ–૧૯૮૮ પ્રમાણે  સ્કુલ વર્ધીનું વાહન અને તેમાં લઈ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી, ફીટનેશ હોવું જોઈએ. ડ્રાઈવર પાસે અધિકૃત ડ્રાઈવીંગ લાયસન્સ હોવુ જોઈએ.
*દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનચૂક રાખવી જોઈએ.
*દરેક વાહનમાં જરૂરી અગ્નિશામક સાધનો ફરજીયાત રાખવા જોઈએ.
*આવા વાહન ઉપર તેના માલિકનું નામ અને ટેલિફોન નંબર અવશ્ય લખેલા હોવા જોઈએ.
*સ્કુલ વાનના બારણા/દરવાજા સારી ગુણવત્તાવાળા તાળાઓથી બંધ કરવા જોઈએ.
*દરેક વાનમાં સ્કુલ બેગ સલામત રાખવા માટે જરૂરી જગ્યા રાખવી જોઈએ.
*સીટ/કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ, વાંકીચુકી સપાટીવાળું હોવું જોઈએ નહિ.
*આ પ્રકારના વાહન કલાકમાં ૨૦ કી.મી. કરતાં વધુ ઝડપે ચલાવી ચકાશે નહિ.
*વાહનમાં બાળકોના દફતર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાશે નહિ.
* વાહન ઉપર આગળની બાજુએ, ડાબી બાજુએ, જમણી બાજુએ તથા પાછળના ભાગમાં પીળા બેકગ્રાઉન્ડ ઉપર લાલ રંગમાં ‘સ્કુલ વાન’ શબ્દ ચિતરવાના રહેશે.
*ડ્રાઈવરની સીટ ઉપર કોઈપણ બાળકને બેસાડી શકાશે નહિ.
*સ્કુલ વર્ધીના વાહનોમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧ સીટ દીઠ ૨ બાળક બેસી શકે તેવી કાયદાકીય જોગવાઈ છે. આનાથી વધારે બાળકો બેસાડી બાળકોનું પરિવહન કરવાનું રહેશે નહિ.
* ખાનગી રજીસ્ટ્રેશન (પાસીંગ) ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા અને લઈ જવાએ ગંભીર ગુન્હો છે. જેથી આ પ્રકારના વાહનો સ્કુલ વર્ધી માટે વાપરવા નહિ.
સ્કુલ વર્ધીના વાહનોમાં કોઈપણ મંજૂરી લીધા વગર CNG અથવા LPG ગેસ પર વાહન ચલાવવું ગંભીર ગુન્હો છે. જેથી આ પ્રકારના વાહનો સ્કુલ વર્ધી માટે વાપરવા નહિ.

Back to top button
error: Content is protected !!