AHAVA

Dang: ડાંગ વન વિભાગ હસ્તકની વિવિધ રેંન્જ કચેરીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

વિશ્વમાં દર વર્ષે ૫ મી જૂને “વિશ્વ પર્યાવરણ દિવસ” (World Environment Day)ની ઉજવણી કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવેલ “વિશ્વ પર્યાવરણ દિવસ” જેમાં પર્યાવરણીય પડકારો જેવા કે દુષ્કાળ, ત્સુનામી, અનિયમિત ઋતુઓ અને તાપમાનમાં વધારા વિશે જાગૃતિ લાવવા, તેમજ તેના ઉકેલો શોધવા અને પર્યાવરણના જતન અર્થે પ્રેરણા આપવામાં મદદ કરે છે.

આ વર્ષે “વિશ્વ પર્યાવરણ દિવસ” જવણીની થીમ “જમીન પુનઃસ્થાપના, રણ અને દુષ્કાળની સ્થિતિ સ્થાપકતા” સૂત્ર સાથે ‘આપણી જમીન, આપણુ ભવિષ્ય’ જે પૃથ્વીની ઇકોસિસ્ટમને સારી કરવાની નિર્ણાયક જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.

ચાલુ વર્ષે ડાંગ વન વિભાગ તથા તેમના કાર્યવિસ્તારની વિવિધ રેંન્જ કચેરીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસનુ જિલ્લા કક્ષા તથા રેંન્જ કક્ષાએ આયોજન કરવામાં આવ્યુ. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આહવા ખાતે યોજવામાં આવ્યો હતો.

જિલ્લા કક્ષાએ પર્યાવરણના જતન અને લોકોને વૃક્ષ ઉછેરવા અંગે જાગૃતિ ફેલાવવા જેવા વિષય પર આહવા ડિવીઝન ઓફીસથી ગાંધીબાગ થઈ સિવલ હોસ્પીટલ, ફોરેસ્ટ કોલોની સુધી આહવા (પૂર્વ) અને આહવા (પશ્ચિમ) રેંન્જ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી, અને ત્યાર બાદ આહવા સ્થિત ફોરેસ્ટ કોલોનીના વિસ્તારમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ડી.એન.રબારીએ જાહેર જનતાને વધુ વૃક્ષોનું વાવેતર કરવા, જંગલોનું રક્ષણ કરવા જણાવ્યું હતુ. તેમજ પર્યાવરણને પ્લાસ્ટીકથી થતા નુકસાન વિશે માહિતી આપી હતી. “વિશ્વ પર્યાવરણ દિવસ” નું મહત્વ સમજાવી પર્યાવરણના જતન દ્વારા પર્યાવરણીય પડકારો સામે લડી દેશમાં સમૃધ્ધિ આવે છે તેમ તેમણે જણાવ્યું હતુ.

ડાંગ જિલ્લામાં ઓવેલ વિવિધ રેંન્જ કચેરીઓ દ્વારા તેઓના કાર્યવિસ્તારના કાલીબેલ રેંન્જમાં મહાલ કેમ્પ સાઈટ ખાતે પ્લાસ્ટી કલેક્શન તથા લવચાલી, સુબીર અને શિંગાણા રેંન્જના સંકલન દ્વારા સુબીરથી પંપા સરોવર સુધી પર્યાવરણ જાગૃતિ અંગે બાઈક રેલી તથા પ્લાસ્ટીક કલેક્શન, વઘઈ રેંન્જ દ્વારા વૃક્ષા રોપણ તથા સ્ટાફ સાથે બાઈક રેલી, શામગહાન રેંન્જ દ્વારા રેંજ ઓફીસથી સ્પોર્ટસ ક્લબ સાપુતારા સુધી બાઈક રેલી અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતુ.

તેમજ ડાંગ જિલ્લાની વિવિધ રેંન્જ કચેરીઓ દ્વારા પર્યાવરણ જતન અંગેની લોક જાગૃતિ, વૃક્ષા રોપણ, સાફ-સફાઈ, પ્લાસ્ટીક કલેક્શન વગેરે જેવા વિષયો પર કાર્યક્રમ પર આયોજન કરી “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!