Dang: સાપુતારા ખાતે લાઈટ કન્ટ્રોલ કેબીનમાં આગ લાગી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સર્પગંગા તળાવની નજીક લાઈટ કંટ્રોલિંગ કેબીન આવેલ છે.તે લાઈટ કન્ટ્રોલીંગ કેબિનમાં ઓવર હીટ થતા આગ લાગવાની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યુ છે.આ કેબિનમાં આગ લાગતા ધુમાડાનાં ગોટેગોટા હવામાં જોવા મળ્યા હતા.જેના પગલે પ્રવાસીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ડાંગ જિલ્લાનાં સર્પગંગા તળાવની ફરતે લાઈટ લગાવવામાં આવેલ છે.ત્યારે લાઇટ કંટ્રોલિંગ કેબિનમાં ઓવરહીટ થવાને કારણે આગ લાગી ગઈ હતી.અચાનક આગ લાગતા નજીક ફરી રહેલ પ્રવાસીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જોકે આગ લાગવાની ઘટનાની જાણ નોટિફાઇડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર મેહુલભાઈ ભરવાડ અને નાયબ મામલતદાર પી.વી.પરમારને થતા તેઓએ તુરંત જ ફાયર ફાઈટરની ગાડી મોકલી હતી.અહી સ્થળ પર તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટરની ગાડી પોહચી જતા આગ પર કાબુ મેળવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.અહી આગ સામાન્ય હોવાથી ફાયર ફાઈટરે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો.તેમજ ડીજીવીસીએલના પ્રતિનિધિઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.જે બાદ કેબિનમાં ધુમાડો જણાતા મેન લાઈન કનેક્શન દૂર કરવામાં આવ્યુ હતુ.અને પછી કેબિન ખોલવામાં આવી હતી.તેમજ ડીજીવીસીએલનાં પ્રતિનિધિઓ દ્વારા અન્ય સાવચેતીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.