“સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી”
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલમાં બાલવાટિકા અને ધોરણ-9 માં નવીન પ્રવેશ મેળવેલ કન્યાઓનો મહોત્સવ અને શાળામાં પ્રવેશ મેળવેલ કન્યાઓના પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે પધારેલ શ્રી અનિકેત ઠાકર ધારાસભ્ય પાલનપુર,શ્રી નવનીતભાઈ પટેલ ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા પાલનપુર,શ્રી એચ એન ચાવડા પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, શ્રી દલપતભાઈ બારોટ શહેર પ્રમુખ, શ્રી રાહુલભાઈ પટણી બક્ષીપંચ મોરચા મહામંત્રી પાલનપુર શહેર,શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સી.આર.સી જામપુરા,શ્રી દિનેશકુમાર એલ એદ્રાણીયા સી.આર.સી સુંઢા, કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકી, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે સી ઈલાસરીયા, ભૂતપૂર્વ પ્રમુખશ્રી કાળીદાસ પરમાર, ઉપપ્રમુખશ્રીઓ,હોદ્દેદારશ્રીઓ તથા કારોબારી સભ્યશ્રીઓએ સૌપ્રથમ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી તથા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તથા ઉપરોક્ત તમામ હાજર રહેલા મહેમાન શ્રીઓએ બાલવાટિકા તથા ધોરણ નવ ની બાળાઓને કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. તથા શ્રી ગલબાભાઈ ડી પરમાર નિવૃત્ત એસ બી આઈ.એ ધોરણ 1 થી ધોરણ 10 માં ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને બંધ કવરમાં ઈનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે પધારેલ ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર સાહેબ તથા અન્ય મહેમાનો તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ત્યારબાદ પધારેલ મહેમાનો અને કેળવણી મંડળના સદસ્યશ્રીઓએ શાળાના પ્રાગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની ધોરણ 10 ની બાળાએ કર્યું હતું.