મહીસાગરના તાત્રોલી પાસે આવેલ અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માં પાંચ વ્યક્તિ ડૂબવાનો મામલો
મહીસાગરના તાત્રોલી પાસે આવેલ અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માં પાંચ વ્યક્તિ ડૂબવાનો મામલો…
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા તાંત્રોલી દોલતપુરા ગામ નજીક અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ પ્લાન્ટમાં 4 સપ્ટેમ્બર ના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ મશીનરીના મેન્ટેનન્સ કરવા કુવામાં ઉતરેલા અંદર પૈકી પાંચ કામદારો કુવામાં ડુબિયાની કરુણ ઘટના બની હતી જેના 30 કલાક બાદ કામદારોના મૃતદેહ મળી આવ્યા છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં પાંચ કામદારો રૂપિયાની ઘટનાના પગલે પાંચ સપ્ટેમ્બરના રોજ સંતરામપુરના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે જિલ્લા પ્રશાસન દ્વારા ડૂબેલા પાંચ વ્યક્તિઓની શોધખોળ માટે અધ્યતન કેમેરા સહિત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો વડોદરા અને ગાંધીનગરથી બોલાવી લેવામાં આવી હતી જ્યારે જિલ્લા કલેકટર અર્પિત સાગર અને જિલ્લા પોલીસવાળા સ્થળે ખડે પગે ઊભા રહીને ડૂબેલા કામદારોની શોધખોળ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જ્યારે પાંચ સપ્ટેમ્બરના રાત્રિના આઠ વાગ્યા ની આસપાસ આરટીઓને મૃતદેહ મળી આવ્યા હતા જેની ઓળખ કરવા માટે પરિવારના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા
A.E.P.l. કડાણા ડેમ આધારિત મહી નદી પાસે આવેલ દોલતપુરા હાઈડ્રો પાવર પ્લાન્ટમાં પાંચ કામદારો ના ડૂબી જવાની ઘટનામાં ચાર શ્રમજીવી ઓ
ના મૃતદેહ ઘટનાના 40 કલાક બાદ મળી આવ્યા છે.
જ્યારે હજુ એક કામદાર ભરતભાઈ પાદરીયા રેહ્.દધાલીયા ની શોધખોળ ચાલુ છે.
મૃતદેહ મળેલ ની યાદી
1.નરેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી
રહે.- રણછોડપુરા,અંબાલી-ગોધરા
2.શૈલેષભાઈ રયજીભાઈ માછી
રહે.-દોલતપુરા, તાલુકો-લુણાવાડા, જિલ્લો-મહીસાગર
3.શૈલેષભાઈ રમણભાઈ માછી
રહે.-દોલતપુરા, તાલુકો-લુણાવાડા,
જિલ્લો-મહીસાગર
4.અરવિંદભાઈ ડામોર
રહે.-આકલિયા,તાલુકો-કડાણા,
જિલ્લો-મહીસાગર
ઉપરોક્ત ૪ વ્યક્તિઓની ડેડબોડી મળી આવેલ છે એક વ્યક્તિ હજુ લાપતા…હોઈ એન.ડી.આર. ની ટીમો દ્વારા શોધખોળ જારી છે.સતતબે દિવસથી પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર ખડાપગે ધટના સ્થળે જોવા મળે છે.
૧ બાકી:
5.ભરતભાઈ અખમાભાઈ પાદરીયા
રહે.-દધાલીયા, તાલુકો -કડાણા