AHMEDABAD CENTER ZONE

“ગ્લેમ9 બ્યુટી ટેક સ્ટાર્ટઅપ દ્વારા બ્યુટી પ્રોફેશનલ્સ માટે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું.

"ગ્લેમ9"ના ફાઉન્ડર 'ગૌરવ ઠાકર અને મેહુલ સવાણી'એ બ્યુટી પ્રોફેશનલ્સને અમિતાભ બચ્ચનના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ 'દીપક સાવંત' સાથે રૂબરૂ કરાવ્યા."

“ગ્લેમ9″ના ફાઉન્ડર ‘ગૌરવ ઠાકર અને મેહુલ સવાણી’એ બ્યુટી પ્રોફેશનલ્સને અમિતાભ બચ્ચનના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ ‘દીપક સાવંત’ સાથે રૂબરૂ કરાવ્યા.”

હાલમાંજ અમદાવાદમાં સલુન્સ, સ્પા અને બ્યુટી પ્રોફેશનલ્સના પ્રશિક્ષણ અને નેટવર્કિંગ માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્યુટી ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ પ્રતિભાઓને એકત્ર કરવામાં આવી હતી, જ્યાં દેશભરના ટોચના મેકઅપ કલાકારોએ તેમની સર્જનાત્મકતા, કુશળતા અને સિગ્નેચર સ્ટાઇલનું પ્રદર્શન કર્યું હતું. બ્યુટી ટેક સ્ટાર્ટઅપ ‘ગ્લેમ9’ દ્વારા બ્યુટી ટેલેન્ટને સશક્ત બનાવવાના હેતુ સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મેકઅપ ટેલેન્ટ કોમ્પિટિશન હતું, જે ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ આપવા માટે રચાયેલ હતું. આ કાર્યક્રમમાં ‘ગ્લેમ9’ના ફાઉન્ડર ‘ગૌરવ ઠાકર અને મેહુલ સવાણી’ દ્વારા અમિતાભ બચ્ચનના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ ‘દીપક સાવંત’ને માનદ મહેમાન તરીકે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની હાજરીએ આ કાર્યક્રમમાં ભાગ લેનાર બ્યુટી પ્રોફેશનલ્સને પ્રેરણા આપી, તેમજ ભારતીય સિનેમા જગતના પડદા પાછળના તેમના મેકઅપ આર્ટિસ્ટ તરીકેના દાયકાઓના અનુભવની ઝલક શેર કરી.

Back to top button
error: Content is protected !!