AHMEDABAD CENTER ZONE

ભારતીય સિનેમાની ખ્યાતનામ હસ્તી અને ગુજરાતી ગઝલોના ગાયક કલાકાર શ્રી મનહરભાઈ ઉધાસે તેમના પત્ની મીનાક્ષીબેન સાથે

તપસ્વી દેવિકાબેન મનોજભાઈ શાહ

ચાલુ વર્ષીતપની આરાધનામાં મmહામૃત્યુંજય માસક્ષમણની આરાધના કરી રહેલ તપસ્વી દેવિકાબેન મનોજભાઈ શાહના દર્શનાર્થે જાણીતા ગાયક કલાકાર મનહર ઉધાસ

 

  •  ભારતીય સિનેમાની ખ્યાતનામ હસ્તી અને ગુજરાતી ગઝલોના ગાયક કલાકાર શ્રી મનહરભાઈ ઉધાસે તેમના પત્ની મીનાક્ષીબેન સાથે શ્રી અરિહંતનગર જૈન સંઘ મધ્યે મૃત્યુંજય માસક્ષમણ તપના તપસ્વી રત્નો દેવિકાબેન, તેજસભાઇ અને અપૂર્વભાઈની શાતા પૂછીને જૈન ધર્મ પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો.

 

આ મુલાકાત દરમ્યાન મનહરભાઈ ઉધાસે જણાવ્યું કે તેઓ આજીવન જૈન ધર્મના ઉપાસક રહ્યા છે. અને જૈન ધર્મનો તેમના પરિવાર ઉપર ઊંડો પ્રભાવ છે. તેઓએ શ્રી ભક્તામર સ્ત્રોત ની સાથે સાથે શ્રી ઉવસગ્ગહરં સ્તવન ને પણ પોતાનો કંઠ આપેલ છે. તેઓ નિત્ય શ્રી ભક્તામર સ્ત્રોત નો પાઠ કરીને જ પોતાની દિનચર્યા નો પ્રારંભ કરે છે અને એટલું જ નહીં પણ તેઓને શ્રી ભક્તામર સ્ત્રોત કંઠસ્થ પણ છે.

Back to top button
error: Content is protected !!