
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર : પત્ની પર ખોટો વહેમ રાખી પતિ, જેઠાણી, કાકીજી અને જેઠે માર મારી રસ્સો લઇ ઝાડ સાથે બાંધી દેતા પત્નીને માલપુર પોલિસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ
માલપુરમાં તાલુકા હવે માનવતા મળવા પામી હોય તેવી એક ઘટના સામે આવી છે જેમાં પત્ની પર પ્રેમ સંબન્ધ નામે ખોટો વહેમ રાખી માર મારી ઝાડ સાથે બાંધી દેવાની ઘટના સામે આવતા પત્ની એ પતિ સહીત જેઠાણી, કાકીજી, જેઠ સામે માલપુર પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે
આરોપીઓ
(1)મુકેશભાઇ કાળુભાઈ બારીયા-પતિ (2) સુર્યાબેન પવૅતભાઇ બારીયા -જેઠાણી (3) જમખુબેન બાલુભાઇ બારીયા-કાકીજી (4) પર્વતભાઈ જેમાભાઇ બારીયા-જેઠ તમામ રહે ડબારણ તા. માલપુર જી.અરવલ્લી
પૈકી આ.નં.(૧) નાઓ ફરીયાદીબેનના પતિ તથા આ.નં.(૨)નાઓ જેઠાણી તથા આ.નં. (૩) નાઓ કાકીજી થતા હોય તથા આરોપી નં.૪ જેઠ થાય છે, અને ફરિયાદીબેનનાઓ પોતાના પિયર જતા હતા તે સમયે આ કામના આરોપી.પતીએ રસ્તામાંથી માર મારી ઘરે લઈ આવી અને ચારે આરોપીએ રસ્સો લઇ ઘ૨ આગળ આવેલ વેણના ઝાડ સાથે ગેરકાયદેસર અટકાયત કરી બાંધી દઈ આરોપી પતિ નાઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિને સાંકળથી ડાબા પગે ઘુંટણ નીચેના ભાગે જોરથી મારી દઈ ગડદાપાટુનો માર મારેલ તથા આરોપી પતિ નું અન્ય ત્રણ લોકોએ ઉપરાળુ લઈ દોડી આરોપી જેઠાણી એ લાફો મારી ગડદાપાટુનો માર મારી આરોપી પતિનાએ કહેલ કે તારે પ્રેમ સબંધ છે જેથી તને હું છોડવાનો નથી તેમ કહી મા બેન સામી અશ્લીલ શબ્દોમાં ગાળો બોલી જાનથી મારી ના ખવાની ધમકીઓ આપી શારીરીક માનસીક ત્રાસ આપી અવાર નવાર હેરાન પરેશાન કરી એકબીજાને મદદગારી કરી મે.જી .મેજી.સા.ના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબતે માલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી
રેખાબેન વા/ઓ મુકેશભાઈ કાળુભાઈ જાતે.બારીયા ઉ.વ.૨૮ ડબારણ તા. માલપુર જી.અરવલ્લી જેઓ આજથી આઠેક વર્ષ અગાઉ ડબારણ ગામના ૨હીશ કાળુભાઇ ખાતુભાઇ બારીયાના ઓના દિકરા મુકેશભાઈ ની સાથે સામાજીક રીતિરી વાજ મુજબ લગ્ન કર્યા હતા અને લગ્ન જીવન દરમિયાન બે બાળકો પણ હતા.ફરિયાદીને લગ્નના શરૂઆતના વર્ષોમાં પતિ સારુ રાખતા હતા અને અને પોતાનો પતિ અવાર નવાર દારૂ પીને આવતા અને ફરિયાદી કહેલ કે તમો કેમ દારૂ પીને ઘરે આવો છો તેમ કહેતા પોતાનો પતિ ફરિયાદી ને કહેવા લાગેલ કે,તું તો બીજાને પ્રેમ કરે છે જેથી મારે તને રાખવાની નથી હુ મારૂ જીવન મારી રીતે જીવી લઇશ તેમ કહીને ફરિયાદીને વારંવાર મારઝુડ કરી આઠથી દસ વખત ફરિયાદીને પોતાના પિતાના ઘરે પહેરેલે કપડે કાઢી મુકેલી હતી અને ફરિયાદીના પિતા તથા કુટુંબના માણસો તથા સંબંધીઓ સમાધાન કરી સાસરીમાં મોકલેલ પરંતુ થોડા દિવસ સારૂ રાખતા પરંતુ ફરિયાદીના પતિ મુકેશભાઈ તથા જેઠાણી સુર્યાબેન પવૅતભાઈ બારીયા તથા કાકીજી જમખુબેન બાલુભાઈ બારીયા તથા પર્વત ભાઇ જેમાભાઇ બારીયાનાઓ વારંવાર ફરિયાદી સાથે ઝગડો કરતા હતા અને ફરિયાદીએ પિયરના કોઇ પણ માણસોને જાણ કર્યા વગર લગ્નજીવન બગડે નહી તે સારૂ આ ચારેય જણાઓનો ત્રાસ મુંગામોઢે સહન કરતી હતી આ ચારેય જણાઓ છેલ્લા એક વર્ષથી ફરિયાદીને મેણા ટોણા મારી માં-બેન સામી બિભત્સ ગાળો બોલી કહેતા હતા કે તેને તો રાખવાની નથી તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા અને સવારના આશરે દશેક વાગ્યાની આસપાસ ફરિયાદી અને તેના પતિ તથા બે બાળકો ઘરે હાજર હતા.તે દરમ્યાન ફરિયાદીને શરીરે દુખાવો થતા ફરિયાદીએ પોતાના પિયર પિતાજીને ફોન કરવા માટે પતિની પાસે મોબાઇલ માંગેલ પરંતુ પતિએ મોબાઇલ આપેલ નહી જેથી ફરિયાદી ઘરે ડબારણથી પિયર ભુવાબાર મુકામે પોતાના પિતાજીના ઘરે પૈસા લેવા જવા માટે ઘરેથી નિકળેલી હતી.ઘરેથી થોડે દુર ગયેલ તે વખતે પતિ ફરિયાદીના પાછળ-પાછળ આવેલ અને રસ્તામાંથી મારમારી ઘરે લઇ ગયેલ અને પતિ મુકેશભાઈ તથા જેઠ પર્વતભાઇ જેમાભાઈ બારીયાનાઓ રસ્સો લઇ આવેલા અને ઘર આંગળ આવેલ વેણના ઝાડ સાથે બાંધી દિધેલ અને પતિ મુકેશભાઇનાઓ એકદમ ઉશ્કેરાઇ જઇ સાંકળથી ડાબા પગે ઘૂંટણે ભાગે ચેન જોરથી મારી દિધેલ અને ત્યારબાદ ગડદા પાટુનો માર-મારવા લાગેલ તે વખતે જેઠાણી સુર્યાબેન પવે તભાઈ બારીયા તથા કાકીજી જમખુબેન બાલુભાઇ બારીયાનાઓ મારા પતિ મુકેશભાઇનું ઉપરાળુ લઇ દોડી આવેલ અને ગડદાપાટુનો મારમારી કહેવા લાગેલ કે તને તો રાખવાની જ નથી અને સૂયૉબેને ફરિયાદીને ગાલ ઉપર લાફો મારી દિ ધેલ ત્યારબાદ પતિ કહેવા લાગેલ કે તારે પ્રેમ સબંધ છે જેથી તને હું છોડવાનો નથી તેમ કહી મા-બેન સામે અશ્લીલ શબ્દોમાં ગાળો બોલવા લાગેલ અને પછી પતિ મુકેશભાઇનાઓ ઝાડ સાથે બાંધેલ રસ્સો ખોલી ઘરમાં લઇ જઇ મને ગડદાપાટુનો માર મારતા હોવાથી બુમાબુમ કરતા ઘર સામે રહેતા સોમીબેન મસુરભાઈ મસાર નાઓ આવી જઇ મારમાંથી છોડાવેલ અને ડાબા પગે ઇજા થયેલ હોવાથી માલપુર સી.એચ.સી.હોસ્પિટલમાં આ વી સારવાર કરાવી આ ચારેય જણાય વિરૂધ્ધ ફરિયાદ કરવા ફરિયાદી માલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી પોતાના પતિ મુકેશભાઈ તથા જેઠાણી સુર્યા બેન પવૅતભાઇ બારીયા તથા કાકીજી જમખુબેન બાલુભાઇ બારીયા તથા પર્વતભાઈ જેમાભાઇ બારીયાનાઓ અવાર-નવાર મારઝુડ કરતાં હોય તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી શારીરીક માનસીક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોય તેઓના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી



