GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાના મેડલ વિનર ખેલાડીઓએ શિષ્યવૃત્તિ તથા વૃત્તિકા માટે ૩૧ તા. સુધીમાં ઓનલાઈન અરજી કરવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્વારા યોજાતી રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ના વર્ષના મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃત્તિકા આપવા હેતુ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની વેબસાઈટ www.sportsauthority.gujarat.gov.in પર જઈ તા. ૩૧/૧૦/૨૦૨૫ સુધી ફરજીયાત ઓનલાઈન કરવાની રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ૧/૨ જવાહરલાલ નેહરૂ શોપીંગ સેન્ટર, ઘાંચીપંચની વાડી સામે, દુધિયા તળાવ, નવસારીનો સંપર્ક કરવાનો રહેશે. ઓનલાઈન અરજી કરવામાં કોઈ તકલીફ હોય તો ઉપરોક્ત સરનામે રૂબરૂ આવ્યેથી ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારીએ જણાવ્યું છે.




