GUJARATKESHOD

કેશોદમાં અંગ્રેજી વિષય અંતર્ગત એક દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો, વરિષ્ઠ અંગ્રેજી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

કેશોદમાં અંગ્રેજી વિષય અંતર્ગત એક દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો, વરિષ્ઠ અંગ્રેજી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

શ્રી હઠીસિંહજી વિનય મંદિર કેશોદ ખાતે ધોરણ 9 માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ ને અંગ્રેજી વિષયનો ભય દૂર થાય અને અંગ્રેજી ભાષા શીખવાની વિવિધ પ્રવૃત્તિઓ શીખી શકે તે માટે એક દિવસનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો આ તકે ડો. સુભાષ યુનિવર્સિટી ના પ્રોફેસર દિશા કારીયા હાજર રહ્યા હતા. જેમણે બાળકોને વિવિધ પ્રવૃતિઓ દ્વારા અંગ્રેજીનો ભય દૂર કરી ભાષા પ્રત્યે પ્રેમ જગાડ્યો હતો. શાળાના આચાર્ય અને અંગ્રેજી શિક્ષક દેવેન ઠાકરે પણ બાળકોને અંગ્રેજી શીખવાની સહેલી રીતો વિશે માહિતગાર કર્યા હતા. આ તકે અંગ્રેજી વિષયના નિવૃત્ત પણ સતત પ્રવૃત એવા કાનાબાર સાહેબ પણ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. વાસાવાડી પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક સુભાષ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત જુનાગઢ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રોફેસર દિશા કારીયા નો સ્વાગત શાળાના આચાર્ય દેવેન ઠાકર દ્વારા મોમેન્ટો અર્પણ કરી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આચાર્યશ્રી દ્વારા મહેમાનોને શબ્દોથી સ્વાગત કરવામાં આવેલું હતું આ તકે કેશોદના અંગ્રેજી શિક્ષકો હાજર રહ્યા હતા જેમાં મયુર ઉનડકટ, દિનેશ કાનાબાર,સુભાષ વાળા જેઓનું સ્વાગત પણ શાળા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાઆ તમામ કાર્યક્રમ બાળકોને અંગ્રેજી ભાષા નો ભય દૂર કરી દ્વિતીય ભાષાના અભ્યાસ ને સહેલો કરવામાં આવ્યો હતો. નિવૃત અંગ્રેજી શિક્ષક મયુરભાઈ ઉનડકટ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રમુખશ્રી વિજયભાઈ રાયજાદાએ આ કાર્યક્રમ ને સફળતા માટે ખૂબ શુભેચ્છા અને સગવડતા પૂરી પાડી હતી કાર્યક્રમને સફળ બનાવવા વડોદરા સાહેબ તથા પિયુષભાઈએ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!