AHMEDABAD CENTER ZONE

અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ સ્ટેન્ડ આગળ XUV કાર અને AMTS બસનો અકસ્માત થયો છે. જેમાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગનું ફર્સ્ટ રિસ્પોન્સ રેસક્યુ વ્હીકલ ઘટનાસ્થળ ઉપર છે

બસમાં ચડતા લોકોએ બૂમાબૂમ કરી

સિનિયર વિશાલ બગડીયા અમદાવાદ
+91 9925839993

સ્પીડ એટલી વધારે હતી કે AMTSને ટક્કર મારતા 10 ફૂટ આગળ ધકેલાઈ
કારની સ્પીડ એટલી વધારે હતી કે AMTS બસને પાછળથી ટક્કર મારતા બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ ગઈ હતી. કારમાં ફસાઈ ગયેલા બે વ્યક્તિઓ પૈકી જીવિત વ્યક્તિને બહાર કાઢવા માટે કટર અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
જ્યારે હાલ આ લોકો ક્યાંથી આવતા હતા અને કોણ હતા તેની તપાસ ચાલી રહી છે.
બસમાં ચડતા લોકોએ બૂમાબૂમ કરી
અહીંયા હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે કાર એટલી સ્પીડમાં હતી કે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ અને તેમાં બેઠેલા અને બસમાં ચડતા લોકો પણ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. કારમાં બેસેલા લોકો પહેલી દ્રષ્ટિએ મૃત્યુ પામ્યા હોય તેવું લાગતું હતું પરંતુ 108 આવ્યા બાદ એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
કાર ચાલક ઈજાગ્રસ્ત, બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત
અકસ્માતમાં કાર ચાલકને ઈજા જ્યારે બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ નાની-મોટી ઈજા થઈ હતી જેમાં એક બાળકીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!