જામનગરમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ

ભારત વિકાસ પરિષદ જામનગર શાખા દ્વારા યોજાઇ
રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ૨૦૨૪
જામનગર (નયના દવે)
સંપૂર્ણ રાષ્ટ્રવાદ ને વરેલ ભારતીય સંસ્કૃતિ પર આધારિત સમાજ રચનાનું નિર્માણના ધ્યેય સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા ૨૦ માં રાષ્ટ્ર્રીય સમુહ ગાન સ્પર્ધા નું આયોજન તા.૧૫/૯/૨૦૨૪ના રોજ જામનગર ની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવેલ.
જેમાં દીપ પ્રાગટ્ય અને આશિર્વચન – સ્વામી શ્રી ૧૦૮ ચંદન સૌરભ (શ્રી ૫ નવતનપૂરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ -જામનગર) દ્વારા કરવામાં આવ્યું., મુખ્ય મહેમાન શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, (માન. ધારાસભ્યશ્રી જામનગર ઉતર વિધાનસભા – મેનેજીંગ ટ્રસ્ટી – શ્રી માતૃશકિત ચેરીટેબલ ટ્રસ્ટ), શ્રી વિનોદભાઈ લાઠીયા (રિજનલ જનરલ સેક્રેટરી ભારત વિકાસ પરિષદ)
શ્રી કરશનભાઈ મહેતા ( સંગઠન મંત્રી – સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ભારત વિકાસ પરિષદ), શ્રીમતિ વિપુલાબેન રસિકભાઈ વિરાણી ( ડાઇરેક્ટર – સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.-ઓપ સોસાયટી, સહ પ્રમુખ – શ્રી સરસ્વતી શિશુમંદિર, વિભાપર અને શિક્ષણ મંદિર ગુજરાત પ્રાંત તેમજ
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો વિદ્યાર્થી ટીચર્સ તેમજ વાલી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.
કાર્યક્રમમાં જુદી જુદી શાળા ની ૧૨ ટીમે હિન્દી અને ૧૨ ટીમે સંસ્કૃત ભાષામાં ભાગ લીધેલ.
જેમાં હિન્દી વિભાગમાં શ્રી સત્ય સાંઈ સ્કૂલ પ્રથમ નંબર, રાધિકા એજ્યુકેર સ્કુલ દ્વિતીય નંબર, સરસ્વતી શિશુમંદીર તૃતીય નંબર તેમજ સંસ્કૃત વિભાગમાં એલ. જી. હરિયા સ્કુલ પ્રથમ નંબર, તપોવન વિદ્યાલય દ્વિતીય નંબર, સરસ્વતી શિશુમંદીર તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે.
સંસ્થાના રાષ્ટ્રીય કક્ષાએ થી બનાવેલ નિયમો મુજબ હિન્દી અને સંસ્કૃત વિભાગમાં દરેક સ્કુલો ની ટીમ નો બંને વિભાગનો સરવાળો કરતાં ટોટલ માર્કસ સૌથી વધારે થતો હોઇ તેમને પ્રાંત કક્ષાએ મોરબી મુકામે આગળ સ્પર્ધામાં જશે. જેમાં તપોવન વિદ્યાલય સ્કુલ જનાર છે. સામાન્ય રીતે કાર્યક્રમ લાંબો સમય સુધી ચાલતો હોય સ્પર્ધા માં ભાગ લીધેલ બાળકો ને શિક્ષકો માટે નાસ્તા ની વ્યવસ્થા પણ કરવામાં આવે તો.
…………………………
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





