AHMEDABAD SOUTH ZONE

વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સતત બે દાયકા પૂર્વે પ્રજ્વલિત પ્રોજેક્ટ વિદ્યાની આ અખંડ જ્યોત આજે પણ ગરીબ, જરૂરિયાતમંદ, અનાથ, રસ્તા શાળા, આશ્રમશાળા અને સરકારી શાળાઓમાં ભણતા અનેક વિદ્યાર્થીઓ ને ફ્રી ફૂલ સ્ક્રેપ ચોપડા પુરા પાડી સતત ઝળહળી રહી છે.

या देवी सर्वभूतेषु विद्या-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

અમદાવાદની જાણીતી કોલેજ ની બહાર ચા ની કીટલી ઉપર બેઠેલા મિત્રો અને ચા આપવા આવનાર *છોટુ* જ્યારે અંગ્રેજીમાં વાત કરે ત્યારે કુતુહલતાવસ તેની સાથે વાત કરવાની આતુરતા.

જ્યારે ખબર પડી કે આ છોકરાને ભણવું છે પણ ઘરની પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેને કેટલી ઉપર નોકરી કરવી પડે છે ત્યારે મિત્રો દ્વારા પોકેટ મની થી તેને ચોપડા પૂરા પાડી આરંભાયેલી નાનકડી શરૂઆત એટલે *પ્રોજેક્ટ વિદ્યા*

વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સતત બે દાયકા પૂર્વે પ્રજ્વલિત પ્રોજેક્ટ વિદ્યાની આ અખંડ જ્યોત આજે પણ ગરીબ, જરૂરિયાતમંદ, અનાથ, રસ્તા શાળા, આશ્રમશાળા અને સરકારી શાળાઓમાં ભણતા અનેક વિદ્યાર્થીઓ ને ફ્રી ફૂલ સ્ક્રેપ ચોપડા પુરા પાડી સતત ઝળહળી રહી છે.

ગયા વર્ષે પ્રોજેક્ટ વિધ્યા અંતર્ગત બનાવવામાં આવેલ ચોપડા પણ શેરડીના કુચામાંથી નિર્મિત કાગળ દ્વારા બનાવડાવી વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા. આ ચોપડાની બનાવટમાં એક પણ વૃક્ષ નું છેદન કરવામાં આવ્યું નથી એટલે કે એક પણ ઝાડ કપાયું નથી પર્યાવરણની સુરક્ષા સાથે પ્રોજેક્ટ વિદ્યા દ્વારા વી હેલ્પ ફાઉન્ડેશને સમાજ સેવાની એક નવી કેડી કંડારી છે જે માટે વિ હેલ્પ ફાઉન્ડેશનને ઉર્જા એવોર્ડ્સ સીઝન 7 દરમિયાન ગ્રીન સર્ટિફિકેટ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યું. વિહત ફાઉન્ડેશનના પ્રમુખશ્રી સચિન શાહ અને સાથી મિત્રો માટે આ એ ખરેખર ગર્વની પણ હતી.

આ વર્ષે પ્રોજેક્ટ વિદ્યા 2025 નો ભવ્ય શુભારંભ શહેરના જાણીતા સિનેમા ગૃહ વાઈડ એંગલ ખાતે જીજા સાલા જીજા ગુજરાતી મુવી ની સુપર સ્ટાર કાસ્ટ ખુશ્બુ ત્રિવેદી, ક્રિના પાઠક, તુષાર સાધુ, અમદાવાદી મેન કુશલ મિસ્ત્રી, વિ હેલ્પ ફાઉન્ડેશન ના શ્રી સચિન શાહ, શ્રી સ્નેહલ શાહ, શ્રી ધવલ શાહ અને શ્રી જયમીન પટેલ દ્વારા સર્વે આમંત્રિત મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ધામધૂમથી કરવામાં આવ્યું.

સેવાની આ જ્યોતને સતત, અવિરત અને અખંડ પ્રજ્વલિત રાખવાના વિ હેલ્પ ફાઉન્ડેશનના આ નમ્ર પ્રયાસમાં આપ સૌને સહભાગી થવા નમ્ર અપીલ..
સેવા કાર્યમાં અમારી સાથે જોડાવવા આપ સંસ્થાના હેલ્પલાઇન નંબર 875 875 3600 ઉપર સંપર્ક કરી શકો છો

Back to top button
error: Content is protected !!