
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ તથા પી.એસ.આઈ.ડી.પી.ચુડાસમા,હે.કો.શક્તિસિંહ સરવૈયા સહીત સ્ટાફના માણસો દ્વારા મહારાષ્ટ્ર રાજયમાં વિધાનસભાની ચુંટણીને લઈને સરહદીય વિસ્તારમાં આવેલ સાપુતારા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગની કામગીરીમાં જોડાયેલ હતા.તે દરમ્યાન અ.પો.કો. સંજયસિંહ જગદીશસિંહ ચૌહાણને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,”એક સફેદ કલરની XUV 500 રજી.નં.GJ-05-JL-6194માં બનાવેલ ચોર ખાનામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરીને મહારાષ્ટ્ર રાજયમાંથી ગુજરાત રાજ્યમાં આવનાર છે.જે બાતમીના આધારે સાપુતારા પોલીસ સ્ટાફના માણસોએ XUV 500 રજી.નં.GJ-05-JL-6194 ચેક કરતા ગાડીમાંથી ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો ગેરકાયદેસરનો પાસ પરમીટ વગરનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ત્યારે સાપુતારા પોલીસે કારમાં સવાર આબીદ જેનુદીન સૈયદ (ઉ.વ.35, રહે.નવસારી બજાર પુતલી માલબાઇ ટેકરો, સુરત) તથા ફાલ્ગુનભાઇ ઇશ્વરભાઇ મેથીવાલા ( ઉ.વ.40 રહે.ન્યુ સૌરભ સોસાયટી મોરા ભાગળ, સુરત ) ની અટકાયત કરવામાં આવી હતી.અને ચોરખાનામાંથી ભારતીય બનાવટનો દારૂની કુલ બોટલો નંગ-1225 જેની કિંમત રૂપિયા 5,07,062/- તથા મહિન્દ્રા XUV 500 કાર જેની કિંમત રૂપિયા 6 લાખ તથા ચાર મોબાઇલ જેની કિંમત રૂપિયા 25 હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા 11,32,062/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર અજય ઉર્ફે કાળીઓ (રહે. માપુશા એરિયા ગોવા) તથા દારૂનો જથ્થો મંગાવનાર જતીનભાઈ (રહે.સુરત) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.બનાવને લઇને સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલ દ્વારા ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




