
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
માર્ગ સલામતી માસ – ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત તા.૦૪/૦૧/૨૦૨૫ ના રોજ આર.ટી.ઓ કચેરી ડાંગના સહાયક મોટર વાહન નિરીક્ષક શ્રી એચ.એમ.વસાવા દ્વારા વઘઇ બોટાનિકલ ગાર્ડન ખાતે વાહન ચાલકોને માર્ગ સલામતી વિશે જાણકારી આપી ટ્રાફિક નિયમન વિશે માહિતગાર કર્યા હતાં.
આ સાથે જ ગુડ સમરિટન સ્કીમ તેમજ હિટ એન્ડ રન સ્કીમ વિષય પર વાહન ચાલકોને વિસ્તાર પૂર્વક જાણકારી આપી, માર્ગ સલામતી ના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવાય તે માટે આર. ટી. ઓ કચેરી તેમજ પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ટ્રાફિક નિયમનનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.





