રાજુલા તાલુકાના રામપરા.2 ખાતે રામાનંદી સાધુ સમાજનો તૃતીય સમુહ લગ્ન સંપન્ન

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા તાલુકાના રામપરા.2 ખાતે રામાનંદી સાધુ સમાજનો તૃતીય સમુહ લગ્ન સંપન્ન
રાજુલા તાલુકાના રામપરા 2 ખાતે રાજુલા તાલુકા રામાનંદી સાધુ સમાજ ના તૃતીય સમુહ લગ્ન સંપન્ન થયા જેમાં કુલ 21 નવ યુગલો આ લગ્ન ઉત્સવમાં સામેલ થયેલા ત્યારે આ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સાધુ સંતોક આશીર્વાદ લગ્ન ઉત્સવમાં પધારેલા ત્યારે ખાસ કરીને આ કાર્યક્રમમાં વંદનીય પૂજ્ય મોરારીબાપુ તેમજ પૂજ્ય ઝીણા રામ બાપુ સહિતના સાધુ-સંતોએ ખાસ હાજર રહીને આ તમામ નવયુગલોને આશીર્વાદ પાઠવેલા
સમગ્ર કાર્યક્રમનું આયોજન વૃંદાવન બાગ રામપરા 2 ખાતે રાખવામાં આવેલું ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં સમૂહ લગ્નના મુખ્ય મનોરથી પૂજ્ય અમરદાસ બાપુએ આ કાર્યક્રમમાં આવેલા તમામ અતિથિઓ સાધુ સંતો મહંતો કાર્યકરો આગેવાનો તેમજ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર માયાભાઈ આહીર સહિત તમામ નાના મોટા દાતાઓ કાર્યકરો સહિતો તમામ નું સન્માન કરવામાં આવેલ અને સાથે આભાર વ્યક્ત કરવા આવેલો ત્યારે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુએ આ પ્રસંગે જણાવ્યું કે આ રૂડો અવસર વૃંદાવન બાગ ખાતે હોય ત્યારે મારા આંગણે પૂજ્ય મોરારીબાપુ સહિતના તમામ સાધુ સંતોએ હાજરી આપી ત્યારે હું આ પ્રસંગને ખૂબ જ ધન્ય ગણું છું ત્યારે આ કાર્યક્રમ માં મુખ્ય આચાર્ય તરીકે મનસુખ દાદા રાભડા વાળા એ લગ્ન વિધિ કરાવેલ સમગ્ર કાર્યક્રમ તેમજ સ્ટેજ સંચાલન શૈલેષભાઈ વાઘેલા લોક સાહિત્યકારે સાંભળેલું સમગ્ર કાર્યક્રમમાં વ્યવસ્થા માં દુલાભાઈ રામે પોતાની વિશેષ સેવા આપેલી આ લગ્ન પ્રસંગ માં કન્યા ઓ ને નાનામાં નાની વસ્તુ અને મોટામાં મોટી વસ્તુ આ લગ્ન પ્રસંગે આ કમિટી દ્વારા આપવામાં આવેલું અને કાર્યક્રમમાં પાર્કિંગ ભોજન ઉતારા તેમજ મહેમાનો માટે ની સુંદર વ્યવસ્થાઓ કમિટી દ્વારા કરવામાં આવેલી
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરદાસ બાપુ સહિતની સમગ્ર ટીમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલી




