AMRELI CITY / TALUKORAJULA

રાજુલામાં ૧૮૦ શિક્ષકોને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકેની તાલીમ અપાઈ

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલામાં ૧૮૦ શિક્ષકોને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકેની તાલીમ અપાઈ

આયુષ્માન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત કિશોર અને કિશોરીઓની આરોગ્ય સુખાકારી માટે તાલુકા આરોગ્ય કચેરી રાજુલા દ્વારા સરકારી હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર રાજુલા ખાતે ૧૮૦ ઉપરાંત શિક્ષકોને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકેની ત્રિદિવસીય તાલીમ અપાઈ.જેમા શિક્ષકો થકી કિશોર કિશોરીઓમા આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.

શાળાએ જતા ધોરણ ૬ થી ૧૨ ના કિશોર કિશોરીઓની આરોગ્ય સુખાકારી,શારીરિક અને માનસિક ફેરફારો,નસીલા પદાર્થોના સેવનની રોકથામ,આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રસાર,લાગણી પર નિયંત્રણ,જાતીય આવેગો,જાતીય સમાનતા અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ વગેરે અલગ અલગ વિષયો પરત્વે માસ્ટર ટ્રેનર મુકેશભાઈ સાંગણકા,સામતસિંહ ગોહિલ,કેશુભાઈ બાંભણીયા,વસંતબેન ત્રિવેદી અને નેહલબેન ગઢીયા દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરોને તાલીમ થકી માહિતગાર કરાયા હતા.

શિક્ષકો અને વિધાર્થીઓ એકબીજાના સીધા સંપર્કમાં હોય છે જેથી માસ્ટર ટ્રેનરો દ્વારા શિક્ષકોને ઓડિયો,વિડિયો,રમતો,ગ્રુપ ડિસ્કસન અને પ્રશ્નોતરી થકી તેમના સવાલો અને મૂંઝવણો બાબતે માર્ગદર્શન આપવામા આવતા શિક્ષકો દ્વારા આરોગ્ય વિભાગના સહયોગ સાથે રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમનુ સફળ અમલીકરણ થશે તેવુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નિલેશ વી.કલસરીયા દ્વારા જણાવેલ.

આરોગ્ય અને શિક્ષણ વિભાગના સહયોગ સાથે યોજાયેલ તાલીમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.નિલેશ કલસરીયા,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હીનાબેન ચાવ,ડૉ.ગીતાબેન કાતરીયા અને ડૉ.નેહાબેન ચોહાણ સહિતના રાજુલા તાલુકાના શિક્ષકો હાજર રહી તાલીમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ જે યાદીમાં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!