રાજુલામાં વરસતા વરસાદમાં પણ શોભાયાત્રા નીકળી
હજારોની માનવ મેદની હજારોની માનવ મેદની

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા માં વરસતા વરસાદ માં જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
રાજુલા માં દર વર્ષ ની માફક આ વર્ષેપણ જન્માષ્ટમી ભવ્ય ઉજવણી કરવામાં આવી
સતત રાજુલા માં 40 વરસ થી જન્માષ્ટમી ની ઉજવણી કરવા માં આવે છે આ શોભાયાત્રા રાજુલા ના બી.એ.પી એસ સ્વામિનારાયણ મંદિરે થી શરૂ કરવામાં આવે છે જ્યાં સંતો ના હાથે આ શોભાયાત્રા ને પૂજા અર્ચના કરી ને પ્રસ્થાન કરવમા આવેલ પ્રથમ મટકી સ્વામિનારાયણ મંદિર ફોડવામાં આવેલ ત્યારે આ શોભાયાત્રા માં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે હાજરી આપી અને દર્શનનો લાભ લીધેલો ત્યાર બાદ રાજુલા શહેર ના વિવિધ માર્ગો પર આ શોભાયાત્રા પસાર થયેલ ત્યારે આ શોભાયાત્રા માં આકર્ષક ફ્લોટ પણ બનાવવામાં આવેલ તેમજ આ શોભા યાત્રા માં ધમાલ નૃત્ય રાસ ગરબા તેમજ ટ્રેકટરો માં વિવિધ કૃતિ ઓ સાથે આ શોભાયાત્રા રાજુલા શહેર માં વિવિધ માર્ગો પર થી નીકળેલ તેમજ પાણી શરબત લચ્છી ફ્રુટ ફરાળ સહિત ના વિવિધ સંસ્થા તેમજ વેપારી ઓ તેમજ સેવાભાવી કાર્યકર્તા દ્વ્રારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ રાજુલા ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા શુધ્ધ ધી નો શીરો પ્રસાદી આપવમા આવેલ અને આ શોભાયાત્રા માં હીરાભાઈ સોલંકી હાજર રહેલા શોભાયાત્રા દરમિયાન કોઈપણ જાતનો અનિશ્ચિય બનાવ ન બને તે માટે રાજુલાના પી.આઈ.ઇંદુબા ગીડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો જેમાં એક પી.આઈ તેમજ બે પી.એસ.આઇ તેમજ 80 જેટલો પોલીસ સ્ટાફનો કાફલો શોભાયાત્રા દરમિયાન બંદોબસ્તમાં જોડાયેલ સમગ્ર શોભાયાત્રા દરમિયાન રાજુલા શહેરમાં 20 જેટલી મટકીઓ ગોઠવવામાં આવેલી
દર વર્ષે તમામ મટકી ફોડ માં માધવ મટકી ગ્રુપ ના યુવાનો આ શોભાયાત્રા માં વિશેષ સેવા આપે છે
શોભાયાત્રા સંપન્ન થતાં રાજુલા જન્માષ્ટમી ઉત્સવ સમિતિ દ્વારા તન માં ધન થી જે કોઈ લોકો એ સાથ સહકાર આપ્યો છે તે બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો





