GUJARATKHERGAMNAVSARI

ચીખલી: કામદાર દિન નિમિતે સોલધરામાં શ્રમજીવીઓનું વિશાળ સંમેલન યોજાયું

 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

સોલધરા:  કામદાર દિન નિમિતે સોલધરામાં કામદાર નેતા આર. સી. પટેલના અધ્યક્ષસ્થાને શ્રમજીવી મજૂરોનું વિશાળ સંમેલન યોજાયું. ઉદઘાટક કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લે તેમના ભાષણમાં કહ્યું હતું કે, “મજુરનો પસીનો સુકાય તે પહેલાં તેને મજૂરી મળવી જોઈએ” – એ વિચારધારાને આર. સી. પટેલે જીવનમાં ઉતાર્યું છે. તેમણે ગરીબોની ભુખ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે.  ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે પણ આર. સી. પટેલની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવી.આ પ્રસંગે ડો. અમિતાબેન પટેલ, ડો. સેલજાબેન મહાસ્કર, ભોતેશ કંસારા, અંકિત આહીર, પ્રો. રાઠોડ, ખેમચંદભાઈ નાનકવાળા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.પાલઘરથી લઈ સુરત, વલસાડ, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અનેક શહેરો અને તાલુકાઓમાંથી શ્રમજીવી બહેનો-ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આર. સી. પટેલે તેમના ઉદબોધનમાં જણાવ્યું કે, “મજૂરોની સેવા અને ગરીબોને ન્યાય અપાવવો એ જીવનનું ધ્યેય છે.”કાર્યક્રમનું સંચાલન કથાકાર ભાસ્કરભાઈ દવેએ કર્યું હતું અને આભાર વિધી શ્રી નિલમબેન પટેલે વ્યક્ત કરી હતી. અંતમાં મહાપ્રસાદ ભોજન સાથે કાર્યક્રમનો સમાપન થયો.

Back to top button
error: Content is protected !!