અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરી ની રજૂઆતને મળે ભવ્ય સફળતા

યોગેશ કાનાબાર.રાજુલા
અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરી ની રજૂઆતને મળે ભવ્ય સફળતા
નવી ટેકનોલોજી ટૂંક સમયમાં આવતા વિપુલ લહેરીએ વન મંત્રી નો આભાર માન્યો
અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરી (રાજુલા) દ્વારા એશિયાની આન બાન અને શાન સમા સિંહો ને રેલ્વે ટ્રેક પર થતા રેલ્વે અકસ્માત અટકાવવા અગાઉ માનનીય વનમંત્રીશ્રી મુળુભાઈ બેરાસાહેબ ને લેખીત રજુઆત કરેલ તેમજ અવાર અનુવાર અનેક લાઈવ વીડિયોમાં વખતો-વખત ટીવી ડિબેટના માધ્યમથી વિવિધ સજેશન આપવામાં આવેલ જે પૈકી એક એવું એ.આઈ ટેકનોલોજી ની મદદ થી રેલ્વે ટ્રેક આસપાસ તથા રેલ્વે ના લોકોપાયલોટ(ડ્રાઇવર)ને એન્જીન માં એઆઈ આધારીત કોમ્પ્યુટરાઇઝ્ડ સ્ક્રીન ગોઠવી આપવા જેથી રેલ્વે ટ્રેક પર ઓચિંતા ચઢી આવતા સિંહો ને અગાઉ થી ખ્યાલ આવતા રેલ્વે અકસ્માત થી બચાવી શકાય આ સજેશન રેલ્વે વિભાગ ને યોગ્ય લાગતા સ્વીકારી અને જરૂરી ડિવાઇસ ખરીદવા ટેન્ડર પ્રોસેસ શરૂ કરેલ હોય અને આ ટેન્ડર પ્રક્રિયા તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી માં પૂર્ણ થવાની હોય અંતમાં આ તબક્કે અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરી (રાજુલા) માનનીય વનમંત્રીશ્રી મુળુભાઈ બેરાસાહેબ તથા રેલ્વે વિભાગ નો આભાર વ્યક્ત કરે છે





