ન.પા.વિસ્તાર છતા નાગરીકો સુવિધાથી વંચીત

ધ્રોલ ની નવી સોસાયટી માં સુવિધા ક્યારે??
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર જિલ્લાના હાઇવેટચ શહેર ધ્રોલ જે નગરપાલિકા વિસ્તાર છે અને નોંધપાત્ર વસતી ધરાવે છે વિકસતા જતા આ નગરમાં વિકાસની તકો ઘણી છે માટે મધ્યમ વર્ગ નગરને લગત ની નવી સોસાયટીઓમાં મકાન લે છે રહેવા પણ જાય છે પરંતુ સ્વચ્છતા માર્ગ પાર્કીંગ નલ સે જલ વિજ લાઇન પુરતા વોલ્ટ સાથે ડ્રેનેજ નિયમીત વગેરે જેવી સુવિધાઓ અનેક સોસાયટી વિસ્તારોમાં વરસો બાદ કેમ થતી નથી?? આ સવાલ નાગરીકોનો છે સ્થાનિક સ્વરાજ્યની ફરજ છે કે પ્રાથમીક સુવિધા લોકોને પુરી પાડવી જોઇએ
ધ્રોલ માં નવી બનેલ સોસાયટી માં સાતેક વર્ષ થવા આવ્યા છતાં પણ પ્રાથમિક સુવિધા નગર પાલીકા દ્વારા આપવા માં ક્યારે આવશે એવું અહી ના રહેવાસી ઓ માં ચર્ચાય રહ્યું છે
ભૂગર્ભ ગટર રસ્તા પેવર બ્લોક નિયમિત સફાઇ કચરા માટે ટિપર વાન વિગેરે સુવિધા નો અભાવ ભવ્ય ગ્રીન સ્વસ્તિક સનસિટી જ્યોતિ પાર્ક માધવ પાર્ક જેવી સોસાયટી માં સુવિધા ની ઉણપ હોવાનુ રહેવાસીઓ જણાવે છે





