AMRELI CITY / TALUKOLILIYA

લીલીયા ના ખારાપાટ વિસ્તારમાં જમીન સુધારણા માટે જીપ્સન ફાળવણી બાબત DDO ને પત્ર પાઠવતા દેથળીયા

સમાચાર ઇમરાન ખાન પઠાણ લીલીયા

લીલીયા ના ખારાપાટ વિસ્તારમાં જમીન સુધારણા માટે જીપ્સન ફાળવણી બાબત DDO ને પત્ર પાઠવતા દેથળીયા

 

લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં જીપ્સન ફાળવવા બાબત જિલ્લા વિકાસ અધિકારી ને પત્ર પાઠવતા લીલીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઈ દેથળીયા જે પત્રમાં જણાવેલ કે લીલીયા તાલુકાના ખારા, સનાળીયા, કલ્યાણપર,કુતાણા, ગુંદરણ,હરીપર,સાજણટીંબા,બોડીયા,ભેંસાણ,હાથીગઢ, ઢાંગલા, ક્રાંકચ તથા અન્ય ગામો ખારાપાટ વિસ્તાર હેઠળનાં ગામો છે, તેમજ આ ગામોને સરકારશ્રી દ્વારા ખારાપાટ વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. જે અનુસાર વર્ષોથી આ વિસ્તારના ખેડુતોને પિયત કરવાથી તેમની જમીન ખરાબ ન થાય તે માટે જીપ્સન ફાળવણી દર વર્ષે કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા ૫-(પાંચ) વર્ષથી આ વિસ્તારના ખેડુતોને જીપ્સન ફાળવણી ખેતીવાડી વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ છે, જેના કારણે આ વિસ્તારોની જમીન જરૂરી પોષક તત્વોના અભાવે જમીન ખારયુ (કડક) થઈ જવાથી ખેડુતોને પારાવાર મુશ્કેલી પડેલ છે અને ભવિષ્યમાં આ જમીનમાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થઈ શકે નહિ તેવી પરિસ્થિતીનું નિર્માણ થયેલ છે.સબબ જીપ્સન ફાળવણીની કોઈ પણ પ્રકારના ખેડુતો તથા લોકોને જાણકારી વગર એકદમ બંધ કરી દેવામાં આવેલ છે, જે શા માટે બનેલ છે? તેની લેખિત જાણકારી આપ વા પણ પત્ર માં લખેલ છે તેમજ ભવિષ્યમાં આ વિસ્તારની જમીનો ખરાબ ન થવા પામે તે માટે જીપ્સન ફાળવણી સત્વરે થવા વિનંતી છે.આ બાબતની ગંભીરતા લઈ જીપ્સન ફાળવણી પુન: શરૂ થાય તે માટે જગદીશભાઈ દેથળીયા દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવેલ છે.અને જો આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન કરવા ની ફરજ પડશે, જેની નોંધ લેવા બાબત પણ પત્ર મારફત જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરેલ છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

Back to top button
error: Content is protected !!