લીલીયા તાલુકા ની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા

રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ લીલીયા
લીલીયા તાલુકા ની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા
લીલીયા ના ગોઢાવદર ગામે આંગણવાડીનું લોકાર્પણ, તાલુકા પંચાયત લીલીયા ખાતે ગટર પ્રશ્નને બેઠક યોજી
લીલીયા તાલુકાના પ્રવાસે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા સૌપ્રથમ લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે બાર લાખના ખર્ચે ત્યાર થયેલ આંગણવાડી કોડ નંબર 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું D.D.O દ્વારા નવનિર્મિત આંગણવાડી ને રીબીન કાપી ખુલ્લી મુકવામાં આવેલ ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિત આવેલ મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પંડયા ની ઉપસ્થિતિમાં કિશોરી સક્સેસ સ્ટોરી રજૂ કરાઈ ત્યાર બાદ આંગણવાડીમાં P.H.R વાનગી મિલેટ્સ વાનગી નું નિરક્ષણ કરાયું ગોઢા વદર ગામે ચાલતા વિકાસ કામની મુલાકાત કરાઈ સાથે સાથે પ્રાથમિક શાળા ગોઢાવદર ની પણ મુલાકાત કરવામાં આવેલ આચાર્ય સહિત કર્મચારીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીનું સન્માન કરવામાં આવેલ સાથે સાથે ગ્રામ પંચાયત કચેરી ખાતે દફતર ચકાસણી કરાઈ ત્યારબાદ લીલીયા તાલુકા પંચાયત ખાતે લીલીયા ના માથાના દુખાવા સમાન ગટર પ્રશને કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગટરનું કામ તાત્કાલિક ચાલુ કરવા સૂચના આપવામાં આવેલ આ તકે ઉપસ્થિત કોન્ટ્રાક્ટર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ત્રણથી ચાર દિવસમાં ગટર કામ શરૂ કરી દેવાની ખાતરી અપાઈ સાથે સાથે તાલુકા પંચાયત સ્ટાફ મિટિંગ જ્યોતિ કામગીરી અંગેની જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા દ્વારા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત કરવામાં આવી જ્યાં મામલતદાર કે બી સાંગાણી તેમજ લીલીયા ગ્રામ પંચાયત ના સરપંચ જીવનભાઈ વોરા અને ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા સાલ અને પુષ્પગુચ્છ આપી જિલ્લા વિકાસ અધિકારીને સન્માનિત કરવામાં આવેલ આ તકે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, મામલતદાર કે.બી.સાંગાણી તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ,CDPO મીનાક્ષીબેન રાઠોડ, પ્રભાબેન રાઠોડ, ભનુભાઈ ડાભી, ગૌતમભાઈ વિછીયા, કેતનભાઇ ઢાકેચા, કાનજીભાઈ નાકરાણી,ઘનશ્યામ મેઘાણી, કેપ્ટન ધામત, ભાસ્કરભાઈ પટેલ, ભરતભાઈ ઠુંમર,ઉપસરપંચ વિપુલભાઈ ગજેરા, વિજયભાઈ ગજેરા,ધનસુખ ભાઈ નારોલા, ભરતભાઈ વિંઝુડા, સહિત ના લોકો ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે.




