મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી ખાંભા પોલીસ ટીમ*

યોગેશ કાનાબાર રાજુલા
*સુરત શહેરના વરાછા પો.સ્ટે.માં થયેલ મોટર સાયકલ ચોરીના અનડીટેકટ ગુનાનો પોકેટ કોપ મોબાઇલની મદદથી ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી ખાંભા પોલીસ ટીમ*
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
*મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય હોય જે અનુસંધાને *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ* નાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી,તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અનુસંધાને *ધારી ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી સાહેબ* ના માર્ગદર્શન હેઠળ *ખાંભા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી આર.જી.ચૌહાણ સાહેબ* ની સુચના અને માર્ગદર્શન નીચે ખાંભા પોલીસ સ્ટાફે વાહન ચેકીંગ દરમિયાન ખડાધાર ચેક પોસ્ટ ખાતેથી એક ઈસમને નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે પકડી પાડી મોટર સાયકલના ચેસીસ નંબર તથા એન્જિન નંબર પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરતાં મોટર સાયકલ સુરત શહેરના વરાછા પો.સ્ટે.માં ચોરી થયેલાનું જણાઇ આવતાં *સુરત શહેર વરાછા પો.સ્ટે ખાતે ખરાઇ કરતાં ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૪૨૬૬૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨)* મુજબ ગુનો રજી થયેલ હોય જેથી ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલેલ છે.
*પકડાયેલ આરોપી*
ગોપાલભાઇ ઉર્ફે ’’ ગોપી ’’ સુખાભાઇ જાદવ ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.પીપરીયા તા.ખાંભા જિ.અમરેલી
*પકડાયેલ મુદ્દામાલની વિગત*
હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજિ.નંબર GJ-03-NL-6903
*શોધાયેલ ગુન્હાઓ*
સુરત શહેર વરાછા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૪૨૬૬૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ
*આરોપીનો ગુનાહિત ઇતિહાસ*
(૧) ખાંભા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૩૦૫૭૯ આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨) મુજબ
(૨) ખાંભા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૫૦૦૨૪ પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબ
*કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ*
આ કામગીરી ખાંભા પો.સ્ટેના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી આર.જી.ચૌહાણની સુચના અને માર્ગદર્શની હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા કેલ્વિનભાઇ સામતભાઇ વાળા તથા પો.કોન્સ ભલાભાઇ મેપાભાઇ ગમારા તથા પો.કોન્સ ભાવેશભાઇ દડુભાઇ બુધેલા તથા ગોવિંદભાઇ ભુપતભાઇ સીસારા દ્રારા કરવામાં આવેલ છે.





