GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની જવાહર નવોદય વિદ્યાલય ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી ભટ્ટ સહિતના મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું; ૧૦૦ આંબાના વૃક્ષો વવાયા

MORBI:મોરબીની જવાહર નવોદય વિદ્યાલય ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.સી ભટ્ટ સહિતના મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું; ૧૦૦ આંબાના વૃક્ષો વવાયા

 

 

ગત તારીખ ૧૧/૦૮/૨૦૨૫ ના રોજ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, મોરબી ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.સી ભટ્ટ સહિતના મહાનુભાવોના હસ્તે ૧૦૦ આંબાના વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ શાળાના વિકાસ માટે શક્ય તમામ પ્રયાસો કરે છે ત્યારે ગત વર્ષે પણ વિદ્યાલય પરિસરમાં વાવવા માટે તેમના દ્વારા ૧૫૦ જેટલા છોડ શાળાને ભેટ આપવામાં આવ્યા હતા. આજ દિન સુધી શાળામાં ઘણા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેથી શાળાનું વાતાવરણ શુદ્ધ અને ખુશનુમા બન્યું છે. આજના સમયમાં વૃક્ષારોપણના મહત્વને ધ્યાને રાખી વિદ્યાલયના પરિસરમાં બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી સમગ્ર પરિસર હરિયાળુ બનાવવામાં આવ્યું છે કે શાળાના વાતાવરણમાં એક સકારાત્મકતા ઉભી કરે છે.

આ પ્રસંગે તાલુકા પંચાયતના અન્ય અધિકારીઓ, કોઠારીયા ગામના સરપંચશ્રી અંબાભાઈ કોબીયા તેમજ શાળાના આચાર્યશ્રી આર. કે. બોરોલે તથા વિદ્યાલયના શિક્ષકશ્રીઓ વૃક્ષારોપણમાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!