AMRELI CITY / TALUKORAJULA

રાજુલા માં ફ્રી બ્લડ ડોનેશન કેમ્પ તેમજ નિદાન કેમ્પનું આયોજન

રાજુલાના સેવાભાવી યુવાન પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરશે

યોગેશ કાનાબાર રાજુલા

અમરેલી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર અને રાજુલા ખાંભા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ના ડાયરેક્ટર તેનો જન્મદિવસ અનોખી રીતે ઉજવશે

જન્મદિવસ આવે એટલે ખુશી કંઈક અલગ જ હોય છે ત્યારે એવી જ આ એક સેવાભાવી વ્યક્તિ રાજુલા શહેરમાં રહેતી અને અમરેલી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયાના કન્વીનર પડે કામ કરતા સાગર સરવૈયા ના જન્મદિવસ છે નિમિત્તે શ્રી બાપા સીતારામ સેવા સમિતિ અને મિત્રો રાજુલા શહેરમાં પોતાના જન્મદિવસ નિમિત્તે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રાજુલા શહેરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સમર્પણ મટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેના ડોક્ટરો દ્વારા આ કેમ્પમાં પોતાની સેવા આપવામાં આવશે સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને સાથે સાથે તમામ રોગોનું ફ્રીમાં નિદાન કરી અને તમામ દવાઓ 50% રાહત દરે દર્દીઓને આપવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમના ઉદ્ઘાટક તેમજ રાજુલા મતવિસ્તારના જાબાજ ધારાસભ્ય હીરાલાલ સોલંકીના હોસ્ટે રાખવામાં આવેલ છે આ કેમ તારીખ ૧૭.૦૮.૨૦૨૪ ને શનિવાર
રાજુલા ગાંધી મંદિર એસ.આર પેટ્રોલ પંપની બાજુમાં સાંજના ૪.૦૦ થી ૬.૦૦ વાગ્યા સુધી રાજુલા સીટી ખાતે રાખવામાં આવેલ છે ત્યારે આ અનોખા પ્રસંગે આવું સરસ કાર્યક્રમ ગોઠવવામાં આવતા તેમના મિત્ર વર્તુળો એ સાગરભાઇ સરવૈયા ને અભિનંદન પાઠવ્યા

Back to top button
error: Content is protected !!