ખોજા શીઆ ઈશના અશરી જમાત રાજુલા ના હોદેદારો ની વરણી.
અનેક અગ્રણી વ્યક્તિ હાજર રહ્યા

યોગેશ કાનાબાર રાજુલા
ખોજા શીઆ ઈશના અશરી જમાત રાજુલા ના હોદેદારો ની વરણી.*
રાજુલા અબ્બાસી હોલમાં નવા હોદેદારોની વરણી કરવા મીટીંગ યોજવા માં આવેલ જેમાં ચુંટણી કમિશનર જનાબ અલીનવાઝભાઈ લાખાણી તથા મહંમદ રઝાભાઈ મુની અને શહેર નાં અગ્રણી કાર્યકરો અક્ષયભાઈ ધાખડા, રાજુદાદા ઝાખરા, અમીતભાઈ બાબરીયા, અમિતભાઈ રવૈયા વિગેરે અગ્રણી ઓ હાજર રહેલ તથા સમસ્ત મુસ્લીમ જમાતના પ્રમુખ*
*જનાબ આરીફભાઈ જોખીયા*
*જાફર ભાઈ જોખીયા જુસબભાઈ ભોકિયા, યાકુંબભાઈ ચાવડા વિગેરે અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.*
*તથા ખોજા સમાજ ના અગ્રણી કાર્યકરો હાજી રમજાન ભાઈ ચારણિયા, હાજી આરીફભાઈ ઝૈન અલ્તાફ ભાઈ રૂપાણી,હસનૈન ભાઈ રાજાણી વિગેરે એ હાજરી આપેલ.* *જેમાં રાજુલા ખોજા સમાજના હોદેદારોની બીન હરીફ નીમણુંક કરવામાં આવેલ છે. ખોજા શિઆ જમાત માં નવા હોદેદારોની વરણી થતાં સમાજ માં ખુશી ની લાગણી પ્રસરેલ છે.*આ કાર્યક્રમ માં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવેલી જેમાં પ્રમુખ : શ્રી આશીકભાઈ મુની,*ઉપપ્રમુખ : અશફાક ભાઈ લાખાણી મહામંત્રી : સીરાજભાઈ લાખાણી*
*સેક્રેટરી :- નિસારભાઈ સુંદરાણી,* જોઈન્ટ સેક્રેટરી :- માસુમભાઈ કમાણી,* ખજાનચી:- નાસીરભાઈ જમાણી તથા* મેનેજર:-શ્રી સુલતાનભાઈ માસ્તર ની નિમણૂક કરવામાં આવેલ છે.





