AMRELI CITY / TALUKORAJULA

નાગેશ્રી પોલીસ સ્ટેશન દ્વારા ૧૦૮ નેશનલ એવોર્ડ મળતા નાગેશ્રી ૧૦૮ ના સ્ટાફ નું સન્માન*

*નાગેશ્રી પોલીસ સ્ટેશન દ્વારા ૧૦૮ નેશનલ એવોર્ડ મળતા નાગેશ્રી ૧૦૮ ના સ્ટાફ નું સન્માન*

નાગેશ્રી ૧૦૮ ના ઈ.એમ.ટી તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ ભાણાભાઈ બાંભણીયા જે નાગેશ્રી લોકેશન પર ફરજ બજાવે છે તેઓને ૧૦૮ દ્વારા હૈદરાબાદ ખાતે નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ તે બદલ નાગેશ્રી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પલાસ તેમજ નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા પ્રવીણભાઈ ભાણાભાઈ બાંભણીયા નું પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડીને ૧૦૮ નાગેશ્રી ટીમનું સન્માન કરવામાં આવ્યું. રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામનો તારીખ 20 ઓગસ્ટ 2024 ના રોજ ડીલીવરી નો કેસ મળેલ ત્યાં જતા પ્રસ્તુતાએ ઘરે જ બાળકને જન્મ આપેલ પરંતુ જન્મતાની સાથે જ બાળકના વાઈટલ શરીરના ધબકારા ન હતા તેમજ બાળક રડ્યું ન હતું પછી બાળકને સી.પી.આર આપી તેમજ કુત્રિમ શ્વાસોશ્વાસ આપીને બાળકને નવું જીવન આપેલ છે તે બદલ નેશનલ એવોર્ડથી હૈદરાબાદ ખાતે સન્માનિત કરેલ છે તે બદલ નાગેશ્રી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પલાસ તેમજ નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા પ્રવીણભાઈ ભાણાભાઈ બાંભણીયા નું પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડીને 108 નાગેશ્રી ટીમનું સન્માન કરવામાં આવ્યું..

Back to top button
error: Content is protected !!