શ્રીમતી ટી જે બી.એસ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાઈ ગયો

યોગેશ કાનાબાર રાજુલા
શ્રીમતી ટી જે બી.એસ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાઈ ગયો
તાલુકા કક્ષાની કલાકુંભ સ્પર્ધાઓ નું આયોજન રાજુલા માં શ્રીમતી ટી .જે.બી.એસ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તા : ૪ જાન્યુઆરી અને શનિવાર નાં રોજ કરવામાં આવ્યું હતું .આ કલા મહાકુંભ અંતર્ગત વિવિધ આમંત્રિત મહેમાનો હાજર રહેલા
આ કાર્યક્રમમાં હાજર રહેલા આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલો
આ કાર્યક્રમ માં જેમાં દીપકભાઈ ઠક્કર (પૂર્વ પ્રમુખ શ્રી , રાજુલા નગર પાલિકા ) , અરુણા બહેન મહેતા (આચાર્યા , લોઠપુર પ્રા શાળા ) વિવિધ સંસ્થાનાં શિક્ષકો તથા નગર શ્રેષ્ઠી ઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલું ક્લા મહા કુંભની સ્પર્ધાઓ માં સુગમ સંગીત , સમૂહ ગીત , લગ્ન ગીત , લોકગીત , ભજન ,રાસ, લોક નૃત્ય , ગરબા એકપાત્રિય અભિનય , તબલા , હાર્મોનિયમ (હળવું ) ,ભરત નાટ્યમ, વક્તૃત્વ , ચિત્ર જેવી ૧૪ જેટલી સ્પર્ધાઓ માં સ્પર્ધક તથા કલા નાં ઉપાસકો એ પોત પોતાની આગવી શૈલી માં પ્રદર્શન કર્યુ હતું. અલ્પાહાર બાદ સહુ દ્વારા આનંદીત થઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું .
શ્રીમતી ટી .જે. બી. એસ . શાળા પરિવારે આ અંગે સુંદર આયોજન કર્યુ હોય પધારેલ મહેમાનશ્રીઓ એ સુચારુ આયોજન ની નોંધ લીધી હતી .શાળાનાં આચાર્યા શ્રી સીમા બહેન પંડ્યા /જોષી એ સહુ નો આભાર વ્યક્ત કર્યો હતો કલા મહાકુંભ કાર્યક્રમ આ શાળામાં સફળ બનાવવા માટે શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલી




