AMRELI CITY / TALUKORAJULA

તેરા તુજકો અર્પણઅંતર્ગત રાજુલા પોલીસની સુંદર કામગીરી

યોગેશ કાનાબાર રાજુલા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજુલા પોલીસને મળી આવેલ મોબાલઇ ફોન ટેકનીકલ સોર્સના માધ્યમથી મુળ માલિકને શોધી પરત આપતી રાજુલા પોલીસ ટીમ

 

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં મિલ્કત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી મુળ માલિકોને પરત કરવા તથા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરવા સુચના આપેલ હોય જે અન્વયે મહે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાવરકુંડલા વિભાગનાઓ દ્રારા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ.કોલાદરા ની સુચના અને માર્ગદર્શથી રાજુલા પો.સ્ટે. માં મળી આવેલ બે મોબાઇલ ફોન જે ટેકનીકલ સોર્સના માધ્યમથી બન્ને મુળ માલિકો (૦૧) ગોહિલ જયોતીન ભુપેન્દ્રભાઇ રહે.સુરેન્દ્રનગર વાળાને શોધી મોબાઇલ ફોન બાબતે પુંછતા તેઓનો મોબાઇલ ફોન જુનાગઢ પરિક્રમાં પડી ગયેલ નું જણાવતા અને મોબાઇલ ફોનનું બિલ બતાવતા આ POCO M3 જેના IMEI-860950051873326 મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૪,૦૦૦/- તથા (૦૨) નારાયણસિંહ ચતારસિંહ રહે, રાજેસ્થાન હાલ-ભેરાઇ તા.રાજુલા જી.અમરેલી વાળાને શોધી મોબાઇલ ફોન બાબતે પુછતા તેઓનો મોબાઇલ ફોન રાજુલા ખરીદી કરવા આવતા પડી ગયેલા નું જણાવતા અને મોબાઇલ ફોનનું બિલ બતાવતા આ રિયાલમી C-33 જેના IMEI-861775064958551 મોબાઇલ ફોનની કિંમત રૂપીયા ૮,૦૦૦/- ટેકનીકલ સોર્સના માધ્યમથી મુળ માલિકને શોધી ફોન પરત આપી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ખરા અર્થમાં સાર્થક કરેલ છે.
આ કામગીરીમાં રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.કોલાદરા ની સુચના અને માર્ગદર્શન નીચે સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હેડ કોન્સ. હરેશભાઈ નાનજીભાઇ બાંભણીયા તથા હેડ કોન્સ. મનુભાઈ રામભાઇ માંગાણી પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા પો.કોન્સ. રવિરાજભાઇ બાબુભાઇ વરૂ તથા પો.કોન્સ.ધનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા દ્વારા કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!