AMRELI CITY / TALUKORAJULA
રાજુલાની રાયચા પરિવારની આ અધિકરીએ મેળવો ગોલ્ડ મેડલ

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા રાયચા પરિવારનું ગૌરવ ..
રમત ગમત ક્ષેત્રે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતી ધ્રિયા અક્ષિત રાયચા જે હાલ ધોરણ બીજા માં અભ્યાસ કરે છે અને ફક્ત આઠ વર્ષ ની નાની ઉંમર માં ખેલ મહાકુંભ સ્કેટિંગમાં 3.0 ની કલાત્મક સ્કેટિંગની રાજ્ય કક્ષાની અંડર 14 સ્પર્ધામાં રાજુલા ના રાયચા પરિવાર ના મહેન્દ્રભાઈ ચત્રભુજ ભાઈ રાયચા જે હાલ અમદાવાદ વસવાટ કરે છે તેમના પુત્ર અક્ષિત મહેન્દ્રભાઈ રાયચા ની પુત્રી ધ્રિયા અક્ષિત રાયચા એ આ સ્કેટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે ત્યારે આ ગોલ્ડ મેડલ જીતતા સમગ્ર રાયચા પરિવાર નું ગૌરવ આ દીકરીએ વધાર્યું છે અને હાલ આ મેડલ જીતતા તેમને સમગ્ર પરિવાર મિત્રો વર્તુળ માંથી શુભેચ્છાઓ મળી રહી છે




