BHUJKUTCH

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-રાજ્ય કક્ષા દ્વારા મેગા બ્રાહ્મહણ બિઝનેશ સમિટ ૪નું ભવ્ય આયોજન

અમદાવાદ ખાતે આગામી તા.૧૫,૧૬,૧૭ ના રોજ ત્રિદિવસીય આયોજનમાં હાજરોની સંખ્યામાં ભુદેવો રહેશે હાજર

અહેવાલ : બિમલ માંકડ – પ્રતીક જોશી

ભુજ : ઉમેદ ભવન સર્કિટ હાઉસ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મરામાજ રાજ્ય કક્ષાના પ્રભારી મહેશ પંડ્યા, કેતન ગોર અને ડૉ.શૈલેશ જોષીનાં અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા ”મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ૪ અંગે માહિતી આપતા મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ અનમોલ રતન એવાં આદરણીય ડૉ.યગ્નેશ દવેની આગેવાની હેઠળ આ ચોથો બીઝનેસ સમિટ યોજાવા જઈ રહ્યો છે. આ બિઝનેસ સમિટ અમદાવાદ ખાતે સાયન્સચિટી વિજ્ઞાનભવનના વિશાળ ડોમની અંદર આગામી ૧૫,૧૬,૧૭ માર્ચ ૨૦૨૫ ના રોજ યોશે જેમાં ૩૦૦ જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ હશે. બ્રહ્મસમાજ હંમેશના માટે ‘સ્વ’ નહીં પરંતુ ‘સૌં’ નો વિચાર કરે એજ બ્રાહ્મણ આ વિચારના આધારે બ્રહ્મસમાજ સૌને મદદરૂપ થયો છે.

  • ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે મેગા બ્રાહ્મણ સમિટ ૪નું ઉદ્ઘાટન

આ સમિટમાં દરેક જીલ્લાના સમાજના જ્ઞાતિ મંડળો અને સંસ્થાઓ પણ જોડાશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની બિન અનામત વર્ગ માટેની યોજનાઓ જન જન સુધી પહોંચે અને તેનો લાભ મળે તેના માટે પણ ખાસ સેમિનાર કરવામાં આવશે. સાથે સાથે બ્રાહ્મણ સિવાયના ઉધ્યોગકારોને પણ સ્થાન આપવામાં આવશે જેનો ઉદ્દેશ્ય બ્રહ્મસમાજના યુવાનોને રોજગારીની તકો આપવાનો હશે. આ સમિટમાં રોજગારી માટે માત્ર બ્રાહ્મણ યુવક અને યુવતીઓ ભાગ લઈ શકશે કારણ કે, આ બિઝનેસ સમિટનો ઉદ્દેશ્ય સમાજના યુવાનોને નોકરી અને રોજગાર મળી શકે તે માટેનો છે. જે પ્રમાણે અગાઉની ત્રણ બિઝનેસ સમિટનું ઉદ્ધાટન સંતોમહંતો દ્વારા થયું હતું તે મુજબજ આ સમિટમાં પણ ગુજરાતના બ્રહ્મસંતો અને મહંતશ્રીઓસાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટને ખુલ્લું મુકવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. અગાઉની બિઝનેસ સમિટમાં તમામ સાશકપક્ષના નેતાગણ અને વિરોધપક્ષના નેતાગણ સૌને આમંત્રિત કરવામાં આવ્યા હતા એજ મુજબ આ સમિટમાં પણ તમામ પક્ષના નેતાગણને આમંત્રિત કરવામાં આવશે પદાધિકારીઓ અને અધિકારીઓને સન્માનીત પણ કરવામાં આવશે. જે પણ સમાજના લોકોએ દેશ વિદેશમાં બ્રહ્મસમાજનુ’ નામ રોશન કર્યુ છે તેવા લોકોનું પણ સન્માન કરવામાં આવશે, બ્રાહ્મણોને એકબીજા સાથે જોડવાની પહેલ બ્રહ્મસમાજ દ્વારા ૨૦૧૮માં શરૂ થઈ અને અત્યારે ચોથી સમિટ દ્વારા આ પહેલને આગળ ધપાવવાનું કાર્ય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમાજના વધુમાં વધુ લોકો આ સમિટનો લાભલે તેવો આગ્રહ બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યો છે આ સમિટમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવશે, બ્રાહ્મણ ઉધ્યોગકારોના સ્ટોલ પણ નોમિનલ ચાર્જમાં આપવામાં આવશે.

બી ટુ બી અને બી ટુ સી મિટિંગ પણ સમાજના ઉધ્યોગકારો સાથે યોજવામાં આવશે જેમાં સમાજ મદદરૂપ થશે.જ્યારે બ્રહ્મસમાજ દ્વારા આયોજન કરવામાં આવતુ હોય ત્યારે એ સમાજના યુવકો અને યુવતીઓને અનુલક્ષીને તેમજ સમાજના છેવાડાના લોકો છે જેમની પાસે રોજગારી નથી અથવા જે રોજગારી કરી રહ્યા છે તેનાથી તેમના પરિવારનું ભરણપોષણ નથી કરી શકતા તેવા બ્રાહ્મણોને મદદરૂપ થવા માટે આ આયોજન કરવામાં આવેલ છે આ સમાજનું આયોજન માત્ર સમાજના લોકો માટે છે બ્રહ્મસમાજ દ્વારા ભૂતકાળમાં આર્થિક અને શૈક્ષણિક બોર્ડની માંગણી કરવામાં આવી હતી તેને અનુલક્ષીને તે તમામ માંગણીઓને પૂર્ણ કરી અને સરકારે બિનઅનામત નિગમની રચના કરી જેમાં માંગ કરવામાં આવી હતી કે સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળે, વિદેશ અભ્યાસ માટે લોન મળે તેમજ રોજગારી માટે ઓછા વ્યાજ દરે લોન મળે તે માટેની ત્યવસ્થા પણ આયોગ થકી સરકાર દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત બ્રહમ સમાજ ની લાગણી છે કે ભગવાન પરશુરામજીની વિશ્વની સૌથી મોટી ૧૦૧ ફૂટની મુર્તિનું અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે નિર્માણ કરવામાં આવશે અને તે એક વર્ષના ટૂંક સમયમાં પૂર્ણ પણ કરવામાં આવશે. આ બીઝનેસ સમિટ માં સમાજના યુવક-યુવતીઓ માટે નિશુલ્ક જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન ૧૬ માર્ચ ૨૦૨૫ના રોજ કરવામાં આવ્યું છે આગામી તારીખ ૧૭ નાં રોજ નામાંકિત કલાકારોના લોક ડાયરા બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે, આગામી તારીખ ૧૫,૧૬,૧૭ નાં દિવસ ભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ રાત્રે સંગીતમય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને કચ્છ માંથી હજારો સમસ્ત કચ્છ બ્રહમ સમાજનાં ભાઈઓ બહેનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે સાથે સાથે વિવિધ રાજકીય અગ્રણીઓ જેમ કે કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો અને વિવિધ સંતોમહંતો પંચમુખી હનુમાન મંદિરનાં મહંત શ્રીપરમ પૂજ્ય આદરણીય શ્રી પ્રકાશ આનંદ બાપુ,એકલ ધામનાં મહંત શ્રી પરમ પૂજ્ય આદરણીય શ્રી દેવનાથ બાપુ પણ ઉપસ્થિત રહેશે તેવું મહેશ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!